+

ગુજરાત યુનિ.હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી, ગૃહ રાજ્યમંત્રીએ કડક કાર્યવાહી માટે આપ્યાં આદેશ

હર્ષ સંઘવીએ બેઠક બોલાવી, DGP, ક્રાઇમ JCP હાજર હોસ્ટલમાં લાગ્યા જય શ્રી રામના નારા અહીં પહોંચેલા લોકોએ કરી તોડફોડ અમદાવાદઃ રાતના સમયે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં પહોંચીને વિદેશી વિદ્યાર્થીઓન

હર્ષ સંઘવીએ બેઠક બોલાવી, DGP, ક્રાઇમ JCP હાજર

હોસ્ટલમાં લાગ્યા જય શ્રી રામના નારા

અહીં પહોંચેલા લોકોએ કરી તોડફોડ

અમદાવાદઃ રાતના સમયે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં પહોંચીને વિદેશી વિદ્યાર્થીઓને માર મરાયો છે, આ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને કડક કાર્યવાહી કરવા કહ્યું છે.

મોડી રાત્રે થયેલા આ ઘર્ષણમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. હોસ્ટેલમાં અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાનાં વિદ્યાર્થીઓ રમઝાન માસની નમાઝ પઢી રહ્યાં હતા. ત્યારે કેટલાક લોકોએ તેમની સામે સૂત્રોચ્ચાર કર્યાં હતા, બાદમાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.

25 લોકો સામે પોલીસે દાખલ કર્યો ગુનો

આ બનાવ પર કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી છે અને કાયદો-સુરક્ષાની સ્થિતી પર સવાલ ઉઠાવ્યાં છે,કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ હોસ્પિટલ પહોંચ્યાં હતા અને ઘાયલોની ખબર અંતર પુછ્યાં હતા આ નેતાઓએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

Trending :
facebook twitter