સટ્ટાકાંડનો આંકડો 1200 કરોડે પહોંચ્યો, ગુજરાતમાં ખેડૂતો, મજૂરોના એકાઉન્ટમાં આવ્યાં સટ્ટાના રૂપિયા, અમિત મજીઠીયા સામે વધુ એક ફરિયાદ

04:20 PM Jan 24, 2024 | gujaratpost

અમદાવાદઃ વિદેશમાં રહીને હજારો કરોડનું સટ્ટા રેકેટ ચલાવનારા અમિત મજીઠીયા સામે વધુ એક પોલીસ ફરિયાદ થઇ છે, આ વખતે પોલીસને પુરાવા મળ્યાં છે કે ગુજરાતમાં ખેડૂતો, મજૂર વર્ગ અને ડિલિવરી બોયના એકાઉન્ટનો ઉપયોગ સટ્ટાના નાણાંની હેરાફેરી માટે કરાતો હતો.

અંદાજે 1200 કરોડ રૂપિયાના જુદા જુદા નાણાંકીય વ્યવહારો મળી આવ્યાં બાદ પોલીસે સટ્ટાકિંગ પર સકંજો કસ્યો છે. ઓનલાઇન જુદી જુદી એપનો ઉપયોગ કરીને સટ્ટો રમાડાતો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પોલીસે કુલ 7 લોકો સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં શ્રીલંકા અને દુબઇ કનેક્શનનો ઉલ્લેખ છે. અમિત મજીઠીયા સિવાય ભાવેશ સચાનિયા, ઓમ શંકર તિવારી, અશ્વિન સચાણિયા, ધનંજય પટેલ, વીકી અને ભાવેશ જોષી સામે ગુનો દાખલ કર્યો છે.

સીઆઇડી ક્રાઇમને મળેલી નનામી અરજી બાદ ખુલ્યાં રાજ

જુદા જુદા 35 બેંક એકાઉન્ટ ખોલાવીને કર્યું કૌભાંડ

સટ્ટાકિંગના જાણીતા વ્યક્તિએ ખેલ પાડી દીધો હોવાની ચર્ચા

આ બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાની હેરાફેરી

થોડા જ સમયમાં હેમંત ટ્રેડિંગનાં બેંક એકાઉન્ટમાં રૂપિયા 342 કરોડ, શિવમ ટ્રેડિંગના બેંક એકાઉન્ટમાં રૂપિયા 636 કરોડ, ખોનાજી વાઘેલાના એકાઉન્ટમાં રૂપિયા 217 કરોડનાં મસમોટા ગેરકાયદેસર ટ્રાન્જેક્શન મળી આવ્યાં છે. આરોપીઓ બેંક ખાતાના ધારકને મહિને ફિક્સ કરેલી નાની રકમ આપતા હતા અને આવી રીતે કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. આ કેસમાં હજુ કૌભાંડનો આંકડો વધી શકે છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post