ગુજરાતમાં 6 હજાર સરકારી જગ્યાઓ પર થશે ભરતી, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની જગ્યાઓ પર ભરતી કરાશે

09:17 PM May 23, 2023 | gujaratpost

(FILE PHOTO)

ગૌણ સેવા પસંદગી મંડળ  6 હજાર જગ્યાઓ પર કરશે ભરતી
 
ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની જગ્યાઓ ભરાશે

ગાંધીનગરઃ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. 6 હજાર જગ્યાઓ પર બમ્પર ભરતી કરવામાં આવશે. હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ભરતીને લઈને ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે મહત્વની માહિતી આપતા જણાવ્યું કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની ભરતી કરવામાં આવશે.

હસમુખ પટેલે જણાવ્યું કે મહેસૂલ વિભાગ અંતર્ગત ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓની ભરતી કરવામાં આવશે. આ પરીક્ષા નવી પદ્ધતિ મુજબ લેવાશે. 18 મેએ રાજ્ય સરકારે પરીક્ષાને લઈ નવા નિયમો અમલી બનાવ્યાં છે. સીધી ભરતીની પરીક્ષા 2 તબક્કામાં લેવાશે. પ્રિલિમ પરીક્ષા બંને ગ્રુપ માટે કોમન જ હશે.

MCQ આધારિત 100 ગુણનું પેપર રહેશે. પ્રિલિમનરીના પરિણામ બાદ એ અને બી ગ્રુપની મુખ્ય પરીક્ષા લેવાશે.મેઈન એક્ઝામ માટે ઉમેદવારને એ, બી અથવા બંને ગ્રુપની પસંદગી કરવાની તક આપવામાં આવશે અને ફરીથી ફોર્મ ભરાવવામાં આવશે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post