+

રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત

અમદાવાદઃ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ વરસી પડી રહ્યો છે, અમદાવાદમાં પણ કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો, સાબરકાંઠાના હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્

અમદાવાદઃ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ વરસી પડી રહ્યો છે, અમદાવાદમાં પણ કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો, સાબરકાંઠાના હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા પંથકમાં  વરસાદ પડ્યો હતો. રાજ્યમાં માવઠા વચ્ચે વીજળી ભારે કહેરનો વરતાર્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદને કારણે વીજળી પડતા 6 વર્ષની બાળકીનું મોત થયું છે, તો જુદી જુદી ઘટનાઓમાં 17થી વધુ લોકોનાં મોત છે.

બોટાદ શહેર સહિત તમામ તાલુકાઓ અને ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા ભડાકા અને કરા સાથે વરસાદ પડ્યો છે, કમોસમી વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયા હતા અને પપૈયા, કાકડી, મરચાં, ચણા, જીરૂ, કપાસ સહિતના પાકમાં ભારે નુકશાન થયું છે. આ નુકસાનથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ પાકના નુકસાનની સહાય આપવાની માંગ કરી હતી.

કમોસમી વરસાદમાં ઠેરઠેર વીજળી પડવાના બનાવ બન્યાં છે. જેમાં સુરત, દાહોદ, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, તાપી, બનાસકાંઠા, ભરૂચ, અમદાવાદ, વિરમગામ, ધોલેરા, વાવ, અમરેલી, બોટાદ, મહેસાણા, સાબરકાંઠામાં 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત થયા છે.

અરવલ્લી જીલ્લામાં અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. મોડાસા અને ગ્રામ્ય પંથકમાં રવિવારે ધોધમાર વરસાદ પડ્યો હતો.   પંથકમાં કમોસમી વરસાદ થતા લગ્નના મંડપો ઉખડી ગયા હતા. મહીસાગર જીલ્લાના લુણાવાડા, બાલાસિનોર, કડાણા સહિત ખાનપુર પંથક તેમજ સંતરામપુર, વીરપુર સહિતનાં ગ્રામ્ય પંથકમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.

વલસાડ જીલ્લામાં કમોસમી વરસાદ થતા ડાંગરના પાકને નુકસાન થશે. કમોસમી વરસાદને કારણે શેરડીનાં પાકની કાપણી અટકી ગઇ છે. બનાસકાંઠાનાં ભાભરમાં સૌથી વધુ 2 ઈંચ, રાધનપુરમાં 2 ઈંચ, તાલાળા, અંકલેશ્વર, વંથલીમાં પોણા બે ઈંચ વરસાદ વરસાદ પડ્યો હતો. નડીયાદ, હાંસોટ, સુરત, દશાડા, મોડાસા, પાટણ, વેરાવળમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.  કેશોદ, ભરૂચમાં સવા ઈંચ વરસાદ પડ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter