ગુજરાતના એક ધારાસભ્યએ હોટલમાંથી મોં છુપાવીને ભાગવું પડ્યું, યુવતી સાથે ગયા હતા હોટલના રૂમમાં

10:22 PM Jun 21, 2023 | gujaratpost

કડોદરાની એક હોટલમાં યુવતી સાથે ઝડપાયા ધારાસભ્ય

આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય હોટલ છોડીને ભાગ્યા

યુવતીના પતિ આવી જતા ફરાર થયા ધારાસભ્ય

Trending :

સુરતઃ ગુજરાતના એક ધારાસભ્યએ એક હોટલમાંથી મોં છુપાવીને ભાગવું પડ્યું છે, તેમને કામ જ એવું કર્યું કે તેમની આબરૂના ધજાગરા થઇ રહ્યાં છે.પ્રજાના આ સેવક એક યુવતી સાથે હોટલના રુમમાં પહોંચી ગયા હતા.પરંતુ તેમને ખબર ન હતી કે તેમની પાછળ કોઇ આવી રહ્યું છે. યુવતીના પતિએ જ અહીં આવીને આ બંનેને રંગેહાથ પકડી પાડ્યાં હતા.

સીસીટીવીમાં રેકોર્ડ થયેલો વીડિયો વાઇરલ થયો

નેતાજીની આબરૂના થયા ધજાગરા

આ ઘટના હોટલના સીસીટીવીમાં કેદ થઇ છે, જેમાં નેતાજી મોઢા પર રુમાલ બાંધીને ભાગી રહ્યાં છે અને અહીં બોલાચાલી પણ થઇ હતી. સીસીટીવીમાં રેકોર્ડ થયેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેથી આ ધારાસભ્યની આબરુના ધજાગરા થઇ રહ્યાં છે, તેમની પાર્ટીએ પણ આ મામલે ચુપકીદી સાધી લીધી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post