ડ્રગ્સ...ગુજરાતના દરિયામાં ફરી મોટું ઓપરેશન, અંદાજે 480 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

07:25 PM Mar 12, 2024 | gujaratpost

પોરબંદરઃ ફરી એક વખત એજન્સીઓને મોટી સફળતા મળી છે, ગુજરાતની દરિયાઇ સીમામાંથી ATS, NCB અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કરીને 80 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 480 કરોડ રૂપિયા જેટલી થાય છે.

જે બોટ પકડાઇ છે તેમાંથી 6 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. પોરબંદરથી અંદાજે 350 કિ.મી દૂર દરિયામાં આ ઓપરેશન કરવામાં આવ્યું હતુ.

હાલમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમની પાસે ડ્રગ્સ સિવાય મોબાઇલ સહિતની વસ્તુઓ મળી છે, તેની તપાસ થઇ રહી છે. આ ડ્રગ્સનો જથ્થો ક્યાં લઇ જવામાં આવી રહ્યો હતો તે દિશામાં એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.

નોંધનિય છે કે થોડા જ દિવોસોમાં એજન્સીઓનું આ ત્રીજું મોટું ઓપરેશન છે, અગાઉ પણ કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post