+

ગુજરાતનો વધુ એક સટ્ટાકાંડ, અંદાજે 1400 કરોડના વ્યવહારો મળ્યાં બાદ આરોપીઓની શોધખોળ શરૂ

ટોમી પટેલ અને RR ના નામ ખુલ્યાં  રાજકોટઃ રાજ્યમાં ફરી એક વખત ક્રિકેટ સટ્ટાકાંડનો પર્દાફાશ થયો છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કેસની ઉંડી તપાસ કરતા અંદાજે 1400 કરોડ રૂપિયાના બેંક વ્યવહારો મળી આવ

ટોમી પટેલ અને RR ના નામ ખુલ્યાં 

રાજકોટઃ રાજ્યમાં ફરી એક વખત ક્રિકેટ સટ્ટાકાંડનો પર્દાફાશ થયો છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કેસની ઉંડી તપાસ કરતા અંદાજે 1400 કરોડ રૂપિયાના બેંક વ્યવહારો મળી આવ્યાં હોવાનું સામે આવ્યું છે. બુકી રાકેશ રાજદેવ અને ટોમી પટેલ(ઉંઝા) સામે લુક આઉટ નોટિસ જારી કરી દેવામાં આવી છે. આરોપીઓએ પાટણમાં બેંકોમાં ફેક એકાઉન્ટ ખોલાવ્યાં હોવાનું સામે આવ્યું છે.

ક્રિકેટના મોટા સટ્ટાકાંડમાં પોલીસે શરૂ કરી તપાસ

અન્ય માથાઓના નામો આવી શકે છે સામે 

આ સટ્ટોડિયાઓનું દુબઇ કનેક્શન સામે આવ્યું છે, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની શોધખોળ શરુ કરી દેવાઇ છે અનેક બેંક એકાઉન્ટની માહિતી પણ સામે આવી છે, જેમાં કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન મળી આવ્યાં છે.

ક્રિકેટ સટ્ટામાં પહેલા પણ રાકેશ રાજદેવનું નામ ચર્ચાતુ હતુ, હાલમાં ક્રાઇમ બ્રાન્ચ આ કેસની ઉંડી તપાસ કરી રહી છે, હજુ અન્ય સટ્ટોડિયાઓના નામ પણ ખુલી શકે છે. ટોમી પટેલ પહેલા પણ સટ્ટાકાંડમાં ચર્ચાયો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter