ગાંધીનગરમાં 14 મહિનાની બાળકીનું મોત
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહેસાણાના એક બાળકનું મોત
શંકાસ્પદ સેમ્પલ પુણા લેબોરેટરીમાં મોકલાયા
અમદાવાદઃ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચાંદીપુરા વાઇરસે હાહાકાર મચાવ્યો છે અને તેના કારણે અત્યાર સુધીમાં 10 માસૂમ બાળકોનાં મોત થઇ ગયા છે. આ વાઇરસ સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પંચમહાલ અને મહિસાગરમાં બાળકોમાં દેખાયો છે. હજુ આ વાઇરસથી પીડિત કેટલાક બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાના અહેવાલ છે.
આ છે ચાંદીપુરા વાઇરસના લક્ષણો
ચાંદીપુરા વાઇરસ મચ્છર અને માખીને કારણે ફેલાય છે અને તે ખાસ કરીને બાળકોને પોતાની ઝપેટમાં લઇ લે છે. ભોગ બનેલા બાળકો 14 વર્ષ સુધીની ઉંમરના છે. સૌ પ્રથમ તો બાળકોમાં તાવ આવવો, ઝાડા-ઉલ્ટી થવી, બેભાન થવું, ખેંચ આવવી અને શરીરમાં અશક્તિ થવી છે.જો તમારા બાળકમાં પણ આવા કોઇ લક્ષણો છે તો તાત્કાલિક તમારે નજીકની હોસ્પિટલમાં જવું જોઇએ અને ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
જે 10 બાળકોનાં મોત થઇ ગયા છે, તેમાંથી મોટાભાગના બાળકોમાં આવા લક્ષણો જોવા મળ્યાં હતા, ઘણા બાળકોનું સારવાર દરમિયાન મોત થઇ ગયું છે. આ વાઇરસથી બચવા માટે સ્વચ્છતા રાખવી જરૂરી છે, માખી અને મચ્છરના થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. સાથે જ જો બાળકના શરીરમાં કોઇ ફેરફાર દેખાય છે તો તમારે ડોક્ટરને બતાવવું જરૂરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/