+

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂઆત

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ  દ્વારા ધોરણ 10  અને ધોરણ 12 ની મુખ્ય બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ (ટાઈમ ટેબલ) જાહેર કરાયું છે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં જાહે

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ  દ્વારા ધોરણ 10  અને ધોરણ 12 ની મુખ્ય બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ (ટાઈમ ટેબલ) જાહેર કરાયું છે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં જાહેર થઈ જતું આ ટાઈમ ટેબલ આ વર્ષે ટેકનિકલ કારણોસર થોડું મોડું જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી, 2025થી શરૂ થશે.

ધોરણ-10 (SSC)ની પરીક્ષા: 26 ફેબ્રુઆરીથી શરૂ થઈને 16 માર્ચ સુધી ચાલશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા: 26 ફેબ્રુઆરીથી શરૂ થઈને 13 માર્ચ સુધી યોજાશે અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા: 26 ફેબ્રુઆરીથી શરૂ થઈને 16 માર્ચ સુધી ચાલશે.

આ વખતે બોર્ડ દ્વારા એક સકારાત્મક પગલું લેવામાં આવ્યું હતું. પરીક્ષાના કાર્યક્રમને આખરી ઓપ આપતા પહેલા બોર્ડ દ્વારા રાજ્યભરના શાળા સંચાલકો અને વાલીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યાં હતા. આ તમામ સૂચનોની વિગતવાર સમીક્ષા અને ચર્ચા કર્યા બાદ જ અંતિમ ટાઈમ ટેબલ તૈયાર કરીને જાહેર કરવામાં આવ્યું હતું.

facebook twitter