+

ગુજરાતમાં રાજકીય હલચલ તેજ, તમામ 26 લોકસભા બેઠકો પર સેન્સ પ્રક્રિયા બે દિવસમાં પુરી કરવા આદેશ, બેઠકોનો દૌર શરૂ

સેન્સ પ્રક્રિયા માટે જે તે લોકસભા બેઠક પર નિરીક્ષકો પહોંચ્યાં ટૂંક સમયમાં જ લોકસભાના ઉમેદવારોના નામો થશે જાહેર ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી 2024 ને લઇને રાજકીય પક્ષો પુરજોશમાં તૈયારીઓ કરી રહ્યાં છે

સેન્સ પ્રક્રિયા માટે જે તે લોકસભા બેઠક પર નિરીક્ષકો પહોંચ્યાં

ટૂંક સમયમાં જ લોકસભાના ઉમેદવારોના નામો થશે જાહેર

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી 2024 ને લઇને રાજકીય પક્ષો પુરજોશમાં તૈયારીઓ કરી રહ્યાં છે. ચૂંટણીની તારીખો હવે કોઈપણ સમયે જાહેર થઇ શકે છે અને સૂત્રોનાં જણાવ્યાં મુજબ ભાજપ તેના 100 ઉમેદવારોની પ્રથમ યાદી ગમે ત્યારે જાહેર કરી શકે છે. ભાજપની પ્રથમ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેવા દિગ્ગજ નેતાઓના નામ સામેલ હોય શકે છે.

ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવા આદેશ અપાઇ ગયા છે, તેની ચર્ચા માટે કમલમમાં બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે ભાજપના નેતાઓની બેઠક થઇ છે.

ભાજપે તમામ 26 લોકસભા મત વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયોની શરૂઆત કરી દીધી છે. આ વખતે વર્તમાન સાંસદોમાંથી અનેકના પત્તા કપાઇ શકે છે, ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે છે.

ગુજરાતની 26 સીટો પર ભાજપ દ્રારા સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરાઇ છે. સેન્સ પ્રક્રિયા માટે દરેક બેઠક પર ત્રણ-ત્રણ નિરીક્ષકો પહોંચ્યાં છે. બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલ્યાં બાદ 28 તારીખે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે અને લોકસભાના ઉમેદવારોના નામ પર ચર્ચા થશે, ત્યાર બાદ થોડા જ સમયમાં ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરશે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter