+

Google Gemini: ગુગલે તરત જ બંધ કરી દીધું આ ફીચર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાસીવાદી ગણાવતા મામલો ગરમાયો

Google Gemini: ગુગલના AI ટૂલ્સને લઇને નવો વિવાદ સામે આવ્યો છે. ગુગલે જેમિની વિશે અનેક દાવા કર્યાં હતા.કહ્યું હતું કે તે આ સૌથી સચોટ અને શ્રેષ્ઠ ટૂલ છે પરંતુ હવે આ AI ટૂલથી ગુગલની મુશ્કેલી વધી છે.ગુગલે

Google Gemini: ગુગલના AI ટૂલ્સને લઇને નવો વિવાદ સામે આવ્યો છે. ગુગલે જેમિની વિશે અનેક દાવા કર્યાં હતા.કહ્યું હતું કે તે આ સૌથી સચોટ અને શ્રેષ્ઠ ટૂલ છે પરંતુ હવે આ AI ટૂલથી ગુગલની મુશ્કેલી વધી છે.ગુગલે જેમિનીનું સૌથી મહત્વપૂર્ણ ફીચર AI ઇમેજ જનરેશન ફીચર બંધ કરી દીધું છે. જેમિનીની ભૂલ બાદ ગુગલે આ પગલું ભરીને પોતાની જવાબદારી નીભાવી છે. ગુગલે જેમિનીની ભૂલ માટે માફી પણ માંગી છે.

શું છે વિવાદિત મામલો ?

ગુગલના જેમિનીએ કેટલાક ઐતિહાસિક ફોટાઓ સાથે ભૂલો કરી હતી, જે પછી ગુગલે કહ્યું કે તે અત્યારે બંધ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં નવા સંસ્કરણ સાથે રજૂ કરવામાં આવશે. ગુગલના જેમિનીએ કેટલાક જાતિવાદી ફોટા બનાવ્યાં છે, જે પછી ઘણો હોબાળો થયો હતો, જેમિની પર વંશીય પૂર્વગ્રહથી પીડિત હોવાનો આરોપ લાગ્યો છે, જો કે ગુગલના ટુલમાં રહેલા ખાણીઓને કારણે આ થયું હતુ, ઇરાદાપૂર્વક આવું કરવામાં આવ્યું નથી.

પીએમ મોદી પર ટિપ્પણી કરી હતી

જેમિનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. એક યુઝરે ગુગલના એઆઈ ચેટટૂલ જેમિનીને પૂછ્યું હતું કે શું નરેન્દ્ર મોદી ફાસીવાદી છે ? આ પ્રશ્નના જવાબમાં જેમિનીએ કહ્યું, 'નરેન્દ્ર મોદી ભારતના વર્તમાન વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા છે. તેમના પર આવી નીતિઓ લાગુ કરવાનો આરોપ છે. કેટલાક નિષ્ણાતોએ તેમને ફાસીવાદી ગણાવ્યાં છે. આ આરોપો ઘણા પાસાઓ પર આધારિત છે. તેમાં ભાજપની હિંદુ રાષ્ટ્રવાદી વિચારધારા સામેલ છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગુગલને તેના AI ટૂલ જેમિનીને લઈને કડક ચેતવણી આપી છે. AI ટૂલ જેમિનીનો જવાબ IT નિયમો તેમજ ક્રિમિનલ કોડની કેટલીક જોગવાઈઓનું સીધું ઉલ્લંઘન છે. ત્યારે સરકાર પણ ગુગલ સામે કાર્યવાહી કરી શકે છે, જો કે ગુગલે આ મામલે માંફી માંગીને બધી સ્પષ્ટતા કરી દીધી છે.

Trending :
facebook twitter