+

તમે સાવધાન થઇ જાજો...સુરતમાં મોબાઈલની લતે જીવ લઇ લીધો...યુવતી GOOGLE ને જીવતો માણસ માનીને તેની સાથે કરતી હતી વાતો

સુરતઃ આજકાલ દરેક વ્યક્તિને મોબાઈલની લત લાગી ગઈ છે. જેના કારણે જાણે લોકો સારી જિંદગી કેવી રીતે જીવવી તે ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં 20 વર્ષની યુવતીએ આવી લતને કારણે આત્મહત્યા કરી લેતા ચકચ

સુરતઃ આજકાલ દરેક વ્યક્તિને મોબાઈલની લત લાગી ગઈ છે. જેના કારણે જાણે લોકો સારી જિંદગી કેવી રીતે જીવવી તે ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં 20 વર્ષની યુવતીએ આવી લતને કારણે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી  છે. તેની આ લતમાંથી મુક્તિ મેળવવા પરિવાર તેને સારવાર માટે લઈ જતો હતો. પરંતુ દીકરીના આ પગલાએ બધાને હચમચાવી નાખ્યાં છે.

ગોપીપુરા વિસ્તારમાં રહેતી વિશાખા રાણાને મોબાઈલની લત હતી. આ વાતથી પરિવારના સભ્યો ખૂબ નારાજ હતા. પણ તેની આ લત છૂટતી ન હતી. પરિવારે તેને ડૉક્ટર પાસે લઈ જવાની ફરજ પડી હતી. મનોચિકિત્સકે સારવાર શરૂ કરી પણ તેના પર તેની બહુ અસર થઈ ન હતી.

મોબાઈલના સતત એક્સપોઝરને કારણે વિશાખા ગુગલને જીવતો જાગતો માણસ માની બેઠી હતી અને તેની સાથે વાતો કરવા લાગી હતી. આ દરમિયાન તે એવું કહેતી કે, ગુગલ તેને જે પણ કરવાનું કહેશે, તે તે પોતે કરશે. જે બાદ તે ઘણા સમયથી પરિવારમાં એવું કહી રહી હતી કે, ગુગલ તેને ખાવાની ના પાડે છે અને કહે છે કે, ‘મરી જા’. તે આવું બધું ઘરના કહેતી હતી.

ગરદન અને મોં વાંકા કરીને વાત કરવાની તેની આદત બની ગઈ હતી

તેને ઈન્ટરનેટની મદદથી ચહેરાની કસરતો કરવાનું શરૂ કર્યું. આ કારણે ગરદન અને મોં વાંકા કરીને વાત કરવાની તેની આદત બની ગઈ હતી. આ લક્ષણો જોઈને પરિવારજનો ડરી ગયા હતા અને તેને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે કહ્યું કે તેનો ચહેરો ઠીક છે. આ પછી પરિવાર મનોચિકિત્સક પાસે ગયો અને 2 મહિના સુધી દવા લીધી હતી.

દીકરી ઇન્ટરનેટ જોઈને ચહેરાની કસરત કરતી હતી

પરિવારનું કહેવું છે કે તે ઈન્ટરનેટ જોઈને ચહેરાની કસરત કરતી હતી. તેનો ચહેરો વાંકાચૂકો થવા લાગ્યો હતો. આ અંગે અમે ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે કહ્યું કે તે ઠીક થઈ જશે. તે મોબાઈલ ખૂબ જુએ છે, તેથી આ સમસ્યા ઉભી થઇ છે. તેને પહેલાથી જ મોબાઈલની લત હતી, તેથી તેઓ તેને છેલ્લા એક-બે મહિનાથી મોબાઈલ આપતા ન હતા

તે શનિવારે ફેક્ટરીમાં કામ કરવા ગઈ હતી. બપોરે ત્યાંથી પરત ફરી હતી. સાંજે સાડા છ વાગ્યે જ્યારે તેનો ભાઈ ઓફિસેથી પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે તેના પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ જઈ રહ્યાં હતા. યુવતીએ ફાંસી લગાવી દીધી હતી. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે કહ્યું કે તેનું મોત થઈ ગયું છે. તેના આ પગલાથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter