25 કિલો સિન્થેટિક ડ્રગ્સ અને રો-મટીરિયલ જપ્ત
કરોડો રૂપિયાનો જથ્થો મળી આવ્યો
ગુજરાતમાંથી 1 અને રાજસ્થાનમાંથી 2 ફેક્ટરી ઝડપાઇ
ગાંધીનગરઃ ફરી એક વખત જિલ્લામાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે, મહુડી રોડ પર આવેલા પીપળજ ગામમાં એક ખેતરમાં આવેલા ઘરમાંથી ડ્રગ્સ બનાવવાનું રો મટીરીયલ અને 25 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને 10 જેટલા આરોપીઓની ધરપકડ કરાઇ છે. એજન્સીઓએ રાજસ્થાનમાંથી બે અને ગુજરાતમાંથી એક ફેક્ટરી ઝડપી પાડી છે.
ગુજરાત એટીએસ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં કરોડો રૂપિયાનો જથ્થો જપ્ત કરાયો છે.એજન્સીઓએ ગુજરાત સિવાય રાજસ્થાનમાં પણ દરોડા કર્યાં હતા અને આરોપીઓની ધરપકડ કરાઇ છે.
પીપળજમાં જ્યાંથી આ જથ્થો ઝડપાયો છે તે પ્રોપર્ટી મહેન્દ્રસિંહ વાઘેલા નામના શખ્સના નામે છે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આ ઘર બનાવવામાં આવ્યું હતુ અને એક મહિના પહેલા તેને ભાડે આપવામાં આવ્યું હતુ. એજન્સીઓ તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ કૌભાંડનો માસ્ટર માઇન્ડ કોણ છે, નોંધનિય છે કે પહેલા દહેગામમાંથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526