+

હાલોલ પાસે એક કંપનીની દિવાલ ધરાશાયી, 4 બાળકોનાં મોતથી પરિવારોમાં આક્રંદ

પંચમહાલઃ ભારે વરસાદ વચ્ચે એક કંપનીની દિવાલ ધરાશાયી થતા 4 બાળકોનાં મોત થયા છે. હાલોલ પાસે ચંદ્રપુરામાં GIDCમાં એક ફેક્ટરીની દિવાલ અચાનક ધરાશાયી થઇ હતી, જેમાં દબાઇ જતા 4 બાળકોનાં મોત થયા છે અને 4 ઘાયલ થ

પંચમહાલઃ ભારે વરસાદ વચ્ચે એક કંપનીની દિવાલ ધરાશાયી થતા 4 બાળકોનાં મોત થયા છે. હાલોલ પાસે ચંદ્રપુરામાં GIDCમાં એક ફેક્ટરીની દિવાલ અચાનક ધરાશાયી થઇ હતી, જેમાં દબાઇ જતા 4 બાળકોનાં મોત થયા છે અને 4 ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ઘાયલોમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે.સનમુખા એગ્રો કેમિકલ કંપનીની દીવાલ પાસે જ આ પરિવાર ઝુંપડામાં રહેતો હતો, દિવાલ પડતા જ બે નાના છોકરાઓ અને બે છોકરીઓના મોત થયા છે, જેમાં ત્રણ સગા ભાઇ બહેન હતા.

મધ્યપ્રદેશથી પરિવાર મજૂરી કરવા આવ્યો હતો

વરસાદી માહોલમાં દિવાલ ધરાશાયી

મૃતકોનો પરિવાર મધ્યપ્રદેશથી અહીં આવીને મજૂરી કામ કરતો હતો, વરસાદી માહોલમાં અચાનક જ દિવાલ પડતા આ દુર્ઘટના થઇ હતી, પોલીસે ઘટના સ્થળે પહોંચીને ફેક્ટરીના માલિકની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક બાળકોનાં નામો

ચીરીરામ જીતેન્દ્ર ડામોર- 5 વર્ષ
મુસ્કાન અંબારામ ભુરિયા- 5 વર્ષ
અભિષેક અંબારામ ભુરિયા- 4 વર્ષ
ગુનગુન અંબારામ ભુરિયા- 2 વર્ષ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter