અડવાણી બાદ અન્ય બે નેતાઓને ભારતરત્ન આપવાની જાહેરાત, પૂર્વ પીએમ નરસિમ્હા રાવ, ચૌધરી ચરણસિંહને સન્માન

08:04 PM Feb 09, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ 2024 ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપની વોટબેંક મજબૂત બની રહી છે, રામ મંદિરના ઉદ્ધઘાટન બાદ ભાજપના સિનિયર નેતા અને પૂર્વ ડે.પીએમ એલ.કે.અડવાણીને ભારતરત્ન આપવાની જાહેરાત બાદ હવે મોદી સરકારે કોંગ્રેસી પૂર્વ પીએમ પી.વી.નરસિમ્હા રાવ અને પૂર્વ પીએમ તથા ખેડૂત નેતા ચૌધરી ચરણસિંહને મરણોપરાંત ભારતરત્ન આપવાની જાહેરાત કરી છે. સાથે જ કૃષિ વૈજ્ઞાનિક ડો. એમ.એસ સ્વામીનાથનને મરણોપરાંત  ભારતરત્ન આપવામાં આવશે.

બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન મળશે

અડવાણી સહિત 5 હસ્તીઓને મળશે આ સન્માન

ખેડૂત નેતા ચૌધરી ચરણસિંહે દેશના ખેડૂતોના ઉત્કર્ષ માટે પોતાની જિંદગી આપી દીધી હતી, જ્યારે હરિત ક્રાંતિના જનક ડૉ. સ્વામીનાથનના પ્રયાસોથી ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા ભારતના કૃષિ ક્ષેત્રમાં કાયાપલટ થઈ હતી, પૂર્વ પીએમ પી.વી.નરસિમ્હા રાવના સમયમાં દેશના અર્થતંત્રમાં ગતિ આવી હતી.

ભારત રત્ની જાહેરાત બાદ હવે ઉત્તર પ્રદેશની રાજનીતિમાં નવા સમીકરણો બનશે, રાષ્ટ્રીય લોકદળ (RLD)ના નેતા જયંત ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે. X પરની પોસ્ટમાં જયંત ચૌધરીએ લખ્યું 'દિલ જીત્યું'. તેમને એમ પણ કહ્યું કે હવે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા મોઢે ના પાડીશ. તેમના દાદા ચૌધરી ચરણસિંહને આ સન્માન મળતા હવે આરએલડી ભાજપ સાથે જઇ શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવને ભારતરત્નથી સન્માનિત કરવાની વાત ગર્વ છે. એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને રાજનેતા તરીકે તેમને ભારતની ઘણી સેવા કરી હતી. તેઓ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન, કેન્દ્રીય પ્રધાન અને સંસદ અને વિધાનસભાના સભ્ય તરીકે સેવાઓ આપી ચુક્યાં છે. તેમના સમયથી જ દેશમાં આર્થિક પ્રગતિની નવી શરૂઆત થઇ હતી.

બીજી તરફ મોદી સરકારના આ માસ્ટરસ્ટ્રોકથી કોંગ્રેસની બોલતી બંંધ થઇ ગઇ છે, હવે કોંગ્રેસ કોઇ મોઢેં આ નેતાને મળેલા સન્માનનો વિરોધ કરી શકે છે તેવી સ્થિતીમાં જ નથી.

 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post