Fact Check News: પછી ખબર પડી કે....સુરતના રસ્તાઓ પર લોકો કિલોના ભાવે વેચાતા નકલી હીરા ઉઠાવી રહ્યાં હતા

10:17 PM Jan 17, 2024 | gujaratpost

Fact Check: સુરત શહેર ડાયમંડ કેપિટલ તરીકે પ્રખ્યાત છે. વિશ્વમાં વેચાતા 90 ટકા હીરા આ શહેરમાં કટ અને પોલિશ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં મંદીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તેનું મુખ્ય કારણ રશિયા-યુક્રેન યુદ્ધ માનવામાં આવી રહ્યું છે, અહીંથી હીરાની આયાત-નિકાસ થોડી ઘટી છે. કારણ કે રશિયા કાચા હીરાનો સૌથી મોટો સપ્લાયર છે અને પશ્ચિમી દેશોએ તેના પર ઘણા પ્રતિબંધો લાદી દીધા છે.પ્રતિબંધોને કારણે ભારત માટે રશિયાથી હીરાની આયાત કરવી મુશ્કેલ બની ગઈ છે.

Fack Check News: લોકો એક રસ્તા પર હીરા વીણી રહ્યાં હોવાનો વીડિયો વાઇરલ

આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં લોકો રસ્તા પર બેસીને કંઇ વીણી રહ્યાં છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ દ્રશ્ય સુરતનું છે જ્યાં મંદીથી કંટાળીને કેટલાક હીરા વેપારીઓએ પોતાના હીરાને રસ્તા પર ફેંકી દીધા છે. વીડિયોમાં રસ્તા પર બેઠેલા લોકોને કુતૂહલ સાથે પસાર થતા બાઈકસવારો જોઈ રહ્યાં હોવાના દ્રશ્યો તમે જોઇ શકો છો.

Trending :

એક ટ્વિટર યુઝરે શેર કરીને લખ્યું, 'સુરતમાં ભયંકર મંદીથી પરેશાન હીરા વેપારીઓએ રસ્તામાં હીરા ફેંક્યા, 'આ પણ કલ્પનાથી પરે છે પરંતુ મોદી છે તો મુમકીન છે.'

Fack Check News: ગુજરાતપોસ્ટ ફેક્ટ ચેકમાં અમને જાણવા મળ્યું કે સુરતમાં બનેલી આ ઘટનામાં લોકો જમીન પરથી જે વસ્તુઓ ઉઠાવી રહ્યાં હતા તે અસલી હીરા ન હતા,આ ખૂબ જ ઓછી ગુણવત્તાવાળા બનાવટી હીરા હતા, તેની માર્કેટમાં કોઇ વેલ્યું પણ ન હતી.

અમને સત્ય કેવી રીતે ખબર પડી?

કીવર્ડ સર્ચ પર અમને નવભારત ટાઈમ્સનો આ ઘટના સાથે જોડાયેલો રિપોર્ટ મળ્યો. સુરતના વરાછાના મીની બજાર વિસ્તારમાં આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું. આ વિસ્તારમાં પડેલા હીરાની માહિતી મળતા જ લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા અને હીરા એકત્રિત કરવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે વાસ્તવિકતા સામે આવી ત્યારે દરેકના હોશ ઉડી ગયા હતા. આ બધા હીરા નકલી હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોઈએ મજાકના કરવાના ઇરાદાથી જાણી જોઈને ત્યાં ફેંકી દીધા હતા.

Fack Check News:
ગુજરાતી મિડ ડે'ના અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મિની માર્કેટમાં મળેલા હીરા નકલી હતા અને તેનો ઉપયોગ કૃત્રિમ જ્વેલરી અને કારીગરી બનાવવા માટે કરવામાં આવે છે. વરાછા વિસ્તારમાં શાકમાર્કેટ જેવું હીરા બજાર આવેલું છે. અહીં લોકો ફૂટપાથ પર બેસીને હીરા વેચે છે. આ ઘટના આ વિસ્તારમાં બની હતી, જેના કારણે હીરાના વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમને લાગે છે કે તેમની સાથે કોઇએ મજાક કરી છે.

Fack Check News: ફેક્ટ ચેકની ટીમે પોલીસનો કર્યો સંપર્ક

અમારી ટીમે પણ આ તપાસમાં ઝંપલાવ્યું અને રિપોર્ટર દ્વારા વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો, તો તેમને જણાવ્યું કે આ ઘટનામાં રસ્તા પરથી મળેલા હીરા નકલી છે. આ અંગે કોઈએ પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવી નથી. સ્પષ્ટ છે કે, સુરતમાં નકલી હીરા પડી રહ્યાં હોવાના સમાચાર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યાં છે. તમારે પણ આવા કોઇ ફેક વીડિયો કે ફોટો શેર કરવા જોઇએ નહીં.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post