અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધશે, ED એ તેમના પીએસ અને આપના સાંસદના ઠેકાણાંઓ પર કરી રેડ

11:58 AM Feb 06, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ ઇડીના 5 સમન્સ બાદ પણ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ઇડી સમક્ષ હાજર થયા નથી, આ બધાની વચ્ચે હવે ઇડીએ કેજરીવાલના પીએસ બિભવ કુમાર અને આપના સાંસદ એનડી ગુપ્તાના નિવાસસ્થાનો અને ઓફિસો પર દરોડા પાડ્યાં છે.

મની લોન્ડરિંગના કેસમાં કાર્યવાહી કરાઇ

જલ બોર્ડના કૌભાંડમાં થઇ છે ફરિયાદ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને આમ આદમી પાર્ટી (AAP) સાથે સંકળાયેલા કેટલાક લોકોના ઘરે પણ દરોડાની કાર્યવાહી કરી છે. રાજધાનીમાં કુલ 10 જગ્યાઓ પર ઇડીના દરોડાની કાર્યવાહી કરાઇ રહી છે, બીજી તરફ આપના નેતાઓએ ફરીથી મોદી સરકાર પર પ્રહાર કર્યાં છે અને આ બધી જ કાર્યવાહી ગેરકાયદેસર હોવાનું કહ્યું છે.

નોંધનિય છે કે અરવિંદ કેજરીવાલે હાલમાં જ દાવો કર્યો હતો કે તેમના ધારાસભ્યોને ભાજપ દ્વારા 25 કરોડ રૂપિયાની લાલચ આપવામાં આવી હતી, જે મામલે પણ પોલીસે અરવિંદ કેજરીવાલને નોટિસ આપી છે, લિકર પોલીસીના કેસમાં પણ કેજરીવાલ ઇડી સમક્ષ હાજર થયા નથી.

 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post