બિન વારસી હાલતમાં ઝડપાયું ડ્રગ્સ
પોલીસે શરૂ કરી તપાસ, ડ્રગ્સ માફિયાઓની શોધખોળ શરૂ
દેવભૂમિ દ્વારકાઃ થોડા દિવસ પહેલા જ કચ્છમાંથી બિનવારસી હાલતમાં રૂ.130 કરોડનું ડ્રગ્સ ઝડપાયા બાદ દ્વારકાથી પણ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. દ્વારકાના રૂપેણ બંદરના દરિયા કિનારાના વિસ્તારમાંથી અંદાજે 32 કિલો ચરસનો જથ્થો પકડી લેવામાં આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 16 કરોડ રૂપિયા જેટલી થવાનો અંદાજ છે.
વરવાળાના ઝવેર નગર વિસ્તાર નજીક દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં અંદાજે ડ્રગ્સના 30 પેકેટ મળી આવ્યાં હતા, એસઓજી અને એલસીબીએ આ પેકેજ કબ્જે કર્યાં હતા. ત્યાર બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અહીં પહોંચ્યાં હતા.
આ જથ્થો વિદેશમાંથી અહીં લાવવામાં આવ્યો હોવાનો અંદાજ છે, અગાઉ પણ કચ્છના દરિયાઇ વિસ્તારોમાંથી આવી રીતે ડ્રગ્સ ઝડપાયું હોય તેવા કિસ્સા છે. ત્યારે ફરી એક વખત ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે અને ડ્રગ્સ માફિયાઓની તપાસ કરાઇ રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526