ષડયંત્રની ચર્ચાઓ....CM મમતા બેનર્જીને કોઈએ પાછળથી ધક્કો માર્યો હોવાનો દાવો

11:47 AM Mar 15, 2024 | gujaratpost

પશ્ચિમ બંગાળઃ મુખ્યમંત્રી મમતા બેનર્જીને SSKM હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલના ડાયરેક્ટર મણિમોય બંદ્યોપાધ્યાયે જણાવ્યું કે સાંજે લગભગ 7.30 વાગ્યે માહિતી મળી હતી કે મુખ્યમંત્રી પડી ગયા છે. તેમને માથામાં ઈજાઓ થઈ છે. કપાળ અને નાક પર ઈજાઓ થઇ છે. તેમને લોહી વહી રહ્યું હતું. અમારી હોસ્પિટલમાં HOD ન્યુરોસર્જરી, HOD મેડિસિન અને કાર્ડિયોલોજિસ્ટ દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી.

કપાળ પર ત્રણ ટાંકા અને નાક પર એક ટાંકો આવ્યો છે. તેમનું ECG અને CT સ્કેન પણ કરવામાં આવ્યું હતું. ડૉક્ટરે કહ્યું કે તેમને હોસ્પિટલમાં જ રહેવાની સલાહ આપવામાં આવી હતી પરંતુ તેમણે ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે તેઓ ઘરે જ દેખરેખ હેઠળ રહેશે. ડોકટરોની ટીમ તેમની સંભાળ લેશે.

ડોક્ટરેએ કર્યો ખુલાસો- સીએમને કોઈએ પાછળથી ધક્કો માર્યો હતો

Trending :

બંદ્યોપાધ્યાયે ખુલાસો કર્યો હતો કે તેમને પાછળથી કોઈએ ધક્કો માર્યો હતો. મમતાના ભાભી કજરી બેનર્જીએ પત્રકારોને જણાવ્યું કે તેમને પાછળથી ધક્કો માર્યો હતો. પરંતુ કોને ઘક્કો માર્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. ઘક્કો આકસ્મિક રીતે મારવામાં આવ્યો છે કે ઇરાદાપૂર્વક ? હવે આ મામલામાં ષડયંત્રની ચર્ચાઓ થવા લાગી છે. TMC સમર્થકોએ માંગ કરી છે કે મમતા બેનર્જીને NSG સુરક્ષા આપવામાં આવે. અમને બંગાળ પોલીસ પર વિશ્વાસ નથી. જો કે આ એંગલની તપાસ કરવામાં આવી રહી છે.

આ સમગ્ર મામલો છે

મમતા બેનર્જી તેમના ઘરે જ ઘાયલ થયા હતા. તેમને SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા.તૃણમૂલના એક્સ હેન્ડલે મમતા બેનર્જીના ઘાયલ થયેલા ફોટો પણ જાહેર કર્યાં હતા. મમતાને માથા અને કપાળના ભાગે અનેક ઇજાઓ થઇ હતી.

પીએમ મોદી સહિત નેતાઓએ ઝડપથી સ્વસ્થ થવાની કરી કામના 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ મમતા દીદીના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સીએમ મમતા બેનર્જીના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં ટીએમસીના વડા મમતાના ઝડપી સ્વસ્થ થવા પ્રાર્થના કરી છે.દરમિયાન પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ સીએમ મમતા બેનર્જીની હાલત પૂછવા હોસ્પિટલ પહોંચ્યાં હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post