ગળામાં અજગર સાથે પ્રિયંકા ચોપરાએ આપ્યો પોઝ

02:06 PM Nov 02, 2025 | gujaratpost

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે. ફોટોમાં તેને ગળામાં એક મોટો અજગર પહેરેલો છે. પ્રિયંકા ચોપરાએ ફ્લોરિડાથી આ ફોટા શેર કર્યા છે, જ્યાં તે નિક જોનાસ સાથે છે. તેને ડીપ-નેક ટોપ અને ડેનિમ જીન્સ પહેર્યું છે. તેના ગળામાં ગળાના હારની જેમ લપેટાયેલો મોટો અજગર પહેરેલી અને કેમેરા સામે હસતી જોવા મળે છે.