ટીવી એક્ટ્રેસ હિના ખાન અને રોકીએ અચાનક લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. હિના ખાને તેના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ રોકી સાથે લગ્ન કર્યા છે. રોકી દરેક મુશ્કેલ સમયમાં હિનાની સાથે ઉભો રહ્યો છે. જ્યારે હિનાને સ્તન કેન્સર હતુ ત્યારે પણ તે તેની સાથે હતો, હિના અને રોકીએ હવે કોર્ટમાં લગ્ન કર્યા છે. તેમના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બંને ખૂબ જ સિમ્પલ લૂકમાં ક્યૂટ લાગી રહ્યાં છે. રૉકી હિના કરતા ઉંમરમાં મોટો છે.

