દિલ્હીઃ થોડા દિવસ પહેલા જ દિલ્હી પોલીસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતુ અને હવે ફરીથી નશાનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. અંદાજે 200 કિલો કોકેઇન કે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2,000 કરોડ રૂપિયા જેટલી થાય છે.
દિલ્હીના રમેશનગરમાંથી આ ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. ડ્રગ્સના આ જથ્થામાં જીપીએસ ફીટ કરવામાં આવ્યું હતુ, જેને આધારે પોલીસ અહીં સુધી પહોંચી હતી.
થોડા દિવસ પહેલા 5500 કરોડ રૂપિયાનું જે ડ્રગ્સ ઝડપાયું હતુ, તે માફિયાઓનું કનેક્શન અત્યારે પકડાયેલા ડ્રગ્સ સાથે છે, થોડા જ દિવસોમાં દિલ્હીમાંથી અંદાજે 7500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. ડ્રગ્સ માફિયાઓના દુબઇ અને લંડન કનેક્શનને લઇને પણ પોલીસ ઉંડી તપાસ કરી રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/