ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેવિડ વોર્નરે કરી નિવૃત્તિની જાહેરાત, પોતાની અંતિમ મેચ ઘરઆંગણે રમી

09:04 PM Feb 13, 2024 | gujaratpost

સિડનીઃ વેસ્ટ ઈન્ડિઝે ત્રીજી T-20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 37 રને હરાવ્યું. ત્રીજી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાના બોલર અને બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. આ કારણથી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 શ્રેણી 2-1થી જીતી લીધી છે. ત્રીજી મેચ બાદ ઓસ્ટ્રેલિયાના એક સ્ટાર ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. આ દમદાર ખેલાડીએ ટેસ્ટ અને વનડેમાંથી નિવૃત્તિ લીધી છે.

વોર્નરે કરી મોટી જાહેરાત

વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ બાદ ડેવિડ વોર્નરે કહ્યું કે છોકરાઓને રમતા જોઈને સારું લાગ્યું. ન્યૂઝીલેન્ડ સીરીઝ અને ત્યારબાદ મને ટી-20 વર્લ્ડ કપની તૈયારી માટે ઘણો સમય મળ્યો છે. બાળકો સાથે સમય વિતાવવો અને ઘરે રહેવું સારું લાગે છે. મને આશ્ચર્ય થયું કે 145+ ની બોલિંગ કરી રહેલો ઓપનિંગ બોલર મને આઉટ કરવાનો પ્રયાસ કરી રહ્યો ન હતો. વેસ્ટ ઈન્ડિઝમાં બાઉન્ડ્રી મોટી નથી.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે T-20 વર્લ્ડકપ 2024 પછી રમશે તો તેમને કહ્યું કે અમારી પાસે ખૂબ જ સક્ષમ યુવા ખેલાડીઓ છે. હવે તેમને તક આપવાનો સમય આવી ગયો છે. ગિલક્રિસ્ટે વોર્નરને ફરીથી પૂછ્યું કે શું આ ઓસ્ટ્રેલિયા માટે ઘરઆંગણે તેની છેલ્લી મેચ છે. તેના જવાબમાં વોર્નરે હા કહ્યું. તે સ્પષ્ટ થઈ ગયું છે કે વોર્નર T-20 વર્લ્ડકપ 2024 પછી નિવૃત્તિ લેશે અને તેણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર તેની છેલ્લી T-20I મેચ રમી છે.

ઓસ્ટ્રેલિયાએ પોતાના દમ પર T-20 વર્લ્ડકપ જીત્યો હતો

ડેવિડ વોર્નરની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ઓપનરોમાં થાય છે. તેણે પોતાના દમ પર ઓસ્ટ્રેલિયન ટીમ માટે ઘણી મેચો જીતી છે. તે ઓસ્ટ્રેલિયા માટે T- 20 વર્લ્ડકપ 2021નો ખિતાબ જીતનારી ટીમનો ભાગ હતો. વોર્નરે T-20 વર્લ્ડકપ 2021માં 289 રન બનાવ્યાં હતા. તેના કારણે જ ઓસ્ટ્રેલિયન ટીમ ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. તેના બેસ્ટ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ મળ્યો હતો.વોર્નરે ઓસ્ટ્રેલિયા માટે 102 T-20I મેચોમાં 3067 રન બનાવ્યાં છે, જેમાં એક સદી અને 26 અડધી સદી સામેલ છે. તે એક સારો બેટ્સમેન છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post