+

દિતવાહ વાવાઝોડાનો કહેર, થાઈલેન્ડ-ઈન્ડોનેશિયા-શ્રીલંકામાં 300થી વધુ લોકોના મોત

સાઉથ ઈસ્ટ એશિયાના કેટલાક દેશોમાં વાવાઝોડું, ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આજે જ દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં 56 લોકોના મોત થયા છે અને વાવાઝોડું હવે દક્ષિણ ભારત તર

સાઉથ ઈસ્ટ એશિયાના કેટલાક દેશોમાં વાવાઝોડું, ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આજે જ દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં 56 લોકોના મોત થયા છે અને વાવાઝોડું હવે દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડમાં પણ પૂરના કારણે અનેક લોકોના મોત થયા છે.

ઈન્ડોનેશિયામાં ભારે વરસાદના કારણે મૃત્યુઆંક વધીને 90ને પાર થઇ ગયો છે. હજુ પણ કેટલાય લોકોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. વિયેતનામ, થાઈલેન્ડ અને મલેશિયાના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે. થાઈલેન્ડમાં પૂરના કારણે અત્યાર સુધી 145 લોકોના મોત થયા છે. જ્યારે શ્રીલંકામાં દિતવાહ વાવાઝોડાના કારણે 56ના મોત થયા છે.

થાઈલેન્ડના સોંગખલા વિસ્તારમાં પૂર આવતા ઘર, હોટેલ, ઓફિસો બધુ જ ડૂબી ગયું છે. પૂરના કારણે કુલ 35 લાખ લોકો પ્રભાવિત થયા છે. થાઈલેન્ડમાં ફસાયેલા પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter