+

પાટીલને બદનામ કરવા આવી રીતે રચાયું હતું ષડયંત્ર, પૂર્વ મંત્રી ગણપત વસાવાના આ નજીકના વ્યક્તિની ધરપકડ

સી.આર.પાટીલનો ફાઇલ ફોટો સુરતઃ દક્ષિણ ગુજરાતનો દમદાર ચહેરો અને અનેક ચૂંટણીઓમાં જેને જોરદાર ક્ષમતા દેખાડી છે તેવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના નેતાઓને બદનામ કરવા એક મોટું ષડયંત્ર રચાયું હતુ

સી.આર.પાટીલનો ફાઇલ ફોટો

સુરતઃ દક્ષિણ ગુજરાતનો દમદાર ચહેરો અને અનેક ચૂંટણીઓમાં જેને જોરદાર ક્ષમતા દેખાડી છે તેવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના નેતાઓને બદનામ કરવા એક મોટું ષડયંત્ર રચાયું હતુ, આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ મંત્રી, દક્ષિણ ગુજરાતના મોટા ભાજપ નેતા, માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના પીએ રાકેશ સોલંકી, તેમના નજીકના દિપુ યાદવ અને ખુમાન પટેલની ધરપકડ કરી છે.

સૌથી મોટો સવાલ, કયા નેતા સુધી પહોંચશે આ ષડયંત્રનો રેલો ??

સુરતના ધારાસભ્ય સંદીપ દેસાઈની ફરિયાદને આધારે ક્રાઇમ બ્રાન્ચે આ કાર્યવાહી કરી છે. થોડા સમય પહેલા પાટીલ સહિતના નેતાઓ સામે આક્ષેપો કરતી પત્રિકાઓ તૈયાર કરાઇ હતી અને તેને પેન ડ્રાઇવથી ભાજપના અનેક નેતાઓ સુધી પહોંચાડવામાં આવી હતી. જેમાં એવી વસ્તુઓ લખવામાં આવી હતી, જેનાથી સાંસદ સી.આર.પાટીલ સહિતના નેતાઓની બદનામી થઇ રહી હતી. આ કેસમાં ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ લોકોની ધરપકડ કરી છે.

ભાજપમાં જ નેતાઓને બદનામ કરવાનું મોટું ષડયંત્ર

દક્ષિણ ગુજરાતમાં સૌથી બળવાન કોણ ??? તેની લડાઇ

જીનેન્દ્ર શાહે પાટીલ વિરુદ્ધ કરી હતી આપત્તિજનક ટિપ્પણી

આ કેસમાં પહેલા જીનેન્દ્ર શાહ નામના એક યુવકે એક વીડિયો વાઇરલ કર્યો હતો, જેમાં તેને કહ્યું હતું કે પાટીલે તેને પાર્ટી ફંડનું કામ આપ્યું હતુ અને બાદમાં તેને 80 કરોડ રૂપિયા ઉઘરાવી આપ્યાં હતા. પરંતુ નક્કિ થયા પ્રમાણે તેને કમિશન મળ્યું ન હતુ, બાદમાં આ યુવક મીડિયા સામે પણ આવ્યો ન હતો, પછીથી 8 કરોડની ખંડણી માંગવાનો તેના પર ગુનો દાખલ થયો હતો અને તેની ધરપકડ કરાઇ હતી. આ કેસની તપાસ બાદ હવે ત્રણ નવા લોકોના નામો સામે આવતા તેમને ઝડપી પાડવામાં આવ્યાં છે.

જીનેન્દ્ર શાહનો ફાઇલ ફોટો

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter