CMO માં ઘણા લાંબા સમય સુધી સંભાળી જવાબદારી
અનેક પ્રોજેક્ટમાં મહત્વની જવાબદારી સંભાળી
આવતીકાલે 30 જૂને વિદાય સમારંભ યોજાશે
ગાંધીનગરઃ વર્ષો સુધી ગુજરાતમાં અનેક મુખ્યમંત્રીઓ સાથે કામ કરનારા કે. કૈલાશનાથનનો આવતીકાલે સરકારમાં અંતિમ દિવસ છે. તેઓએ આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ સહિત ચાર જેટલા મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયનાં ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે.કૈલાશનાથનનો છ માસનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે અને તેમને એક્સટેન્શન અપાયું નથી. તેઓ કદાચ દિલ્હી પણ જઇ શકે છે. તેઓ મોદીના ઘણી નજીકના અધિકારી છે.
કે.કે આમ તો 2013 માં રિટાયર્ડ થયા હતા પરંતુ સરકારે 11 વર્ષ સુધી તેમની સેવા લીધી. કે.કૈલાશનાથન 1979 ની બેચના આઇએએસ અધિકારી છે. તેમને ગુજરાત સરકારના મહત્વના અનેક પ્રોજેક્ટમાં કામ કર્યું છે. હવે તેમની જગ્યાએ કોની નિમણૂંક થશે તેના પર સૌ કોઇની નજર છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે એક દાયકાથી વધુ સમય સુદીર્ઘ સેવાઓ આપીને શ્રી કે. કૈલાસનાથન તા.30મી જૂન, 2024થી કાર્યનિવૃત્ત થઈ રહ્યા છે.
— CMO Gujarat (@CMOGuj) June 29, 2024
તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અગ્ર સચિવ તરીકે શ્રી કે. કૈલાસનાથન 2006થી મુખ્યમંત્રી કાર્યાલયમાં… pic.twitter.com/Xd0aXMVpnk