+

સિવિલ કોર્ટનો આસિસ્ટન્ટ (કોર્ટ કમિશનર) ₹3,000ની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયો

બનાસકાંઠા: ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ સુઇગામ સિવિલ કોર્ટના વર્ગ-3ના કર્મચારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થળ પંચનામું કરવાની સરકારી કામગીરી માટે વધારાના ન

બનાસકાંઠા: ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ સુઇગામ સિવિલ કોર્ટના વર્ગ-3ના કર્મચારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થળ પંચનામું કરવાની સરકારી કામગીરી માટે વધારાના નાણાંની માંગણી કરવી આરોપીને ભારે પડી હતી.

શક્તિદાન જુજારદાન ગઢવી, આસિસ્ટન્ટ (કોર્ટ કમિશનર, વર્ગ-૩, પ્રિન્સીપાલ સિવિલ કોર્ટ, સુઇગામ) ₹3,000ની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયો હતો.

આ કેસના ફરિયાદી વિરુદ્ધ એક દીવાની દાવાની કાર્યવાહી ચાલી રહી હતી. આ દાવા અંતર્ગત સિવિલ કોર્ટ દ્વારા સ્થળ પંચનામું કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ સ્થળ પંચનામું કરવા માટે આરોપી શક્તિદાન ગઢવીએ સરકારી ફી ઉપરાંત પોતાના અંગત ફાયદા માટે ₹3,000ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે બનાસકાંઠા એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે ભાભરના વાવ સર્કલ પાસે આવેલ ક્રિષ્ના પાર્લર ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપીએ પંચ-1 ની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા જ એસીબીએ તેને સ્થળ પર જ દબોચી લીધો હતો.

ટ્રેપીંગ અધિકારી: એન. એ. ચૌધરી (PI, બનાસકાંઠા એસીબી)

સુપર વિઝન અધિકારી:  કે. એચ. ગોહિલ (મદદનીશ નિયામક, એસીબી બોર્ડર એકમ, ભૂજ)

ઈન્ચાર્જ અધિકારી: બલદેવસિંહ વાઘેલા (નાયબ નિયામક, એસીબી, રાજકોટ)

facebook twitter