શરમજનક ઘટના.. સુપ્રીમ કોર્ટમાં CJI સામે વકીલે જૂતું ફેંક્યું, નારા લગાવ્યાં- સનાતનનું અપમાન સાંખી નહીં લેવાય

02:34 PM Oct 06, 2025 | gujaratpost

નવી દિલ્હીઃ આજે લોકશાહી માટે શરમજનક ઘટના બની છે, સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા બી.આર. ગવઇ પર વકીલે જૂતૂં ફેકવાનો પ્રયાસ કર્યો હતો.એક કેસની સુનાવણી દરમિયાન આ ઘટના બની હતી. 

60 વર્ષીય વકીલ રાકેશ કિશોરે સીજેઆઇ ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જેને જોઇને અહીં ઉપસ્થિત લોકો ચોંકી ગયા હતા. વકીલે જસ્ટીસ બી.આર.ગવઇ પર નિશાન સાધ્યું હતુ અને જૂતું તેમની બેન્ચ તરફ નાખ્યું જો કે જસ્ટીસને કોઇ નુકસાન થયું નથી, તરત જ સુરક્ષા ગાર્ડે વકીલને પકડી પાડ્યાં હતા અને વકીલની ધરપકડ કરાઇ છે.

હુમલો કરનારા વકીલે સૂત્રોચ્ચાર કર્યો હતો, સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરે હિન્દુસ્તાન.આ બનાવની રાજકીય પાર્ટીઓ સહિત અનેક હસ્તીઓએ ટીકા કરી છે. પોલીસ વકીલની હાલમાં પૂછપરછ કરી રહી છે.