છત્તીસગઢના દુર્ગમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ ખાઇમાં પડી જતાં 12 લોકોનાં મોત, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

11:50 AM Apr 10, 2024 | gujaratpost

છત્તીસગઢઃ દુર્ગમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. દુર્ગ જિલ્લાના કુમ્હારીમાં બસ 50 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઇ હતી. આ ઘટનામાં 12 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. 15થી વધુ લોકો ઘાયલ થયા છે. મંગળવારે રાત્રે ડ્યુટી પરથી પરત ફરતી વખતે કર્મચારીઓથી ભરેલી બસ ખાઈમાં પડી ગઇ હતી. બસમાં કેડિયા ડિસ્ટિલરી ફેક્ટરીના 40 જેટલા કર્મચારીઓ સવાર હતા. આ ઘટનાની જાણ થતા રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.

પીએમ મોદી અને સીએમ સાઈએ દુર્ગ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ વિષ્ણુ દેવ સાંઈએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. છત્તીસગઢના ડેપ્યુટી સીએમ વિજય શર્મા ઘાયલોને મળવા મોડી રાત્રે રાયપુર એઈમ્સ પહોંચ્યાં હતા. તેમણે કહ્યું કે આ અકસ્માતની ગંભીરતાથી મેજિસ્ટ્રેટ તપાસ કરવામાં આવશે. 15 ઘાયલોની રાયપુર અને દુર્ગની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમાં બે લોકોની હાલત નાજુક છે.

Trending :

દુર્ગમાં થયેલ અકસ્માત દુ:ખદ છેઃ પીએમ મોદી

અકસ્માત પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ 'X' પર કહ્યું કે છત્તીસગઢના દુર્ગમાં થયેલ બસ દુર્ઘટના અત્યંત દુઃખદ છે, જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યાં છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. આ સાથે હું ઘાયલોના ઝડપથી સાજા થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડશે.

બસ ખાઇમાં પડતા 12 લોકોનાં મોત 

મજૂરોથી ભરેલી બસ ખીણમાં પડી જતાં આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ ઘટના મંગળવારે રાત્રે 8.30 વાગ્યે બની હતી. બસ ખાપરી ગામ નજીક પહોંચી ત્યારે અચાનક ડ્રાઇવરે કાબૂ ગુમાવી દેતા 40 ફૂટ ઊંડી ખાઇમાં પડી હતી. ઘટનાની માહિતી મળતાં પોલીસની એક ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post