હવે ચેન્નાઈમાં પૂણે પોર્શ જેવો કાંડ ! રાજ્યસભા સાંસદની પુત્રીએ એક વ્યક્તિને BMWથી કચડ્યો, પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળ્યાં

11:03 AM Jun 19, 2024 | gujaratpost

ચેન્નાઈઃ પુણે પોર્શકાંડ બાદ હિટ એન્ડ રનનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં રાજ્યસભાના સાંસદ બિડા મસ્તાન રાવની પુત્રીએ પોતાની BMW કારથી રોડ કિનારે ઉઁઘી રહેલા એક વ્યક્તિને કચડી નાખ્યો હતો. આ અકસ્માતમાં વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટના બાદ રાજ્યસભા સાંસદ બિદા મસ્તાન રાવની પુત્રી માધુરીને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી ગયા હતા. બીડા મસ્તાન રાવ YSR કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ છે.

આ ઘટના સોમવારે રાત્રે બની હતી. રાજ્યસભા સાંસદ બિદા મસ્તાન રાવની પુત્રી માધુરી જ્યારે BMW કાર ચલાવી રહી હતી ત્યારે તેની ફ્રેન્ડ તેની સાથે હતી. રાજ્યસભા સાંસદની પુત્રીએ કથિત રીતે 24 વર્ષીય ચિત્રકાર સૂર્યને કાર વડે કચડી નાખ્યો હતો, જ્યારે તે ચેન્નાઈના બેસંત નગરમાં ફૂટપાથ પર સૂતો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યું થયું હતું.

માધુરી કચડીને ભાગી ગઈ હતી

Trending :

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરોપી માધુરી તરત જ ઘટના સ્થળેથી ભાગી ગઈ હતી, જ્યારે તેની ફ્રેન્ડ કારમાંથી નીચે ઉતરી ગઈ અને અકસ્માત બાદ એકઠા થયેલા લોકો સાથે દલીલ કરવા લાગી. થોડા સમય બાદ તે પણ ભાગી ગઇ હતી. ભીડમાંથી કેટલાક લોકો ઘાયલ સૂર્યાને હોસ્પિટલ લઈ ગયા હતા, ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

પોલીસ સ્ટેશનમાંથી જ આરોપીને જામીન મળી ગયા

મૃતક સૂર્યાના લગ્ન આઠ મહિના પહેલા જ થયા હતા. BMW કાર દ્વારા કચડી નાખ્યા પછી તેના સંબંધીઓ અને કોલોનીના લોકો J-5 શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં એકઠા થયા અને કાર્યવાહીની માંગ કરી હતી. જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો જાણવા મળ્યું કે આ કાર બીએમઆર (બીડા મસ્તાન રાવ) ગ્રુપની છે અને તે પુડુચેરીમાં નોંધાયેલી છે. માધુરીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી ગયા હતા.

પુણે પોર્શની ઘટના યાદ આવી

હિટ-એન્ડ-રનના પુણે પોર્શની ઘટનામાં મધ્યપ્રદેશના બે 24 વર્ષીય એન્જિનિયરોના મોત થયા હતા. 19 મેના રોજ સવારે 2:30 વાગ્યાની આસપાસ સગીરે પુણેના કલ્યાણી નગર જંક્શન પર તેની પોર્શ કારે મોટરસાઇકલને ટક્કર મારી હતી. આરોપી દારૂના નશામાં હતો. આ કેસમાં તેના પિતા અને દાદાની પણ ધરપકડ કરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526