2015 પાટીદાર અનામત આંદોલન કેસ: હાર્દિક પટેલ સામે ચાર્જફ્રેમ, હવે ટ્રાયલ શરૂ થશે

07:32 PM Nov 18, 2025 | gujaratpost

અમદાવાદ: વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલ પોલીસમાં કેસ થયો હતો, અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે આજે આ કેસમાં હાર્દિક પટેલ સામે ચાર્જફ્રેમ કર્યો છે, જેના પગલે હવે કેસની નિયમિત ટ્રાયલ શરૂ થશે.

આ કેસમાં હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ સામે ગેરકાયદેસર મંડળી, રાયોટિંગ, સરકારી કર્મચારીઓ પર હુમલો, કાયદેસરના હુકમનો ભંગ અને ધમકી આપવા જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદ મુજબ, આરોપીઓએ વગર પરવાનગીએ, પૂર્વ આયોજિત કાવતરું કરીને રેલી કાઢીને નિકોલના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતું.

તેમણે પોલીસને અપશબ્દો કહીને ઝપાઝપી કરી હતી, ધમકી આપી હતી અને શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો.  અગાઉ હાર્દિક પટેલ આ કેસમાં કોર્ટ સમક્ષ હાજર ન રહેતા કોર્ટે તેની સામે ધરપકડ વોરંટ પણ જાહેર કર્યું હતું. જો કે, હાર્દિક પટેલે આ વોરંટને હાઇકોર્ટમાં પડકાર્યું હતું અને કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની બાંહેધરી આપતા હાઇકોર્ટે તે વોરંટ રદ્દ કર્યું હતું.

જોકે, હાર્દિક પટેલે આ કેસમાંથી મુક્ત થવા માટે અરજી કરી હતી, પરંતુ આજે તેને કોર્ટમાં ઉપસ્થિત રહેવું પડ્યું હતું અને ચાર્જફ્રેમની કાર્યવાહી પૂર્ણ થતાં હવે આ હાઈ-પ્રોફાઇલ કેસની ટ્રાયલ શરૂ થશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++