વરઘોડો ન કાઢવા લાંચ...અમદાવાદના નિકોલમાં પોલીસ કોન્સ્ટેબલ રૂ.65,000ની લાંચ લેતા ઝડપાયો- Gujarat Post

11:44 AM Jan 14, 2025 | gujaratpost

લાંચિયા બાબુઓ સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે

તમે પણ એસીબીમાં કરી શકો છો ફરિયાદ

અમદાવાદ: શહેરના નિકોલમાંથી એક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો છે. ફરીયાદી તથા તેમના મિત્રો વિરૂદ્ધ જુગારનો કેસ નહીં કરવા, સરઘસ નહીં કાઢવા, માર નહીં મારવા અમનકુમાર સંજયકુમાર ચૌહાણ, પોલીસ કોન્સ્ટેબલ (ઉ.વ.27  નોકરી-ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર)એ ફરીયાદી પાસે પ્રથમ રૂ.4,00,000ની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે રૂ.1,00,000 નકકી કર્યા હતા. તેમની પાસેથી જે તે સમયે રૂ.35000 લઈ લીધા હતા અને બાકીના રૂ.65000 ની લાંચની માંગણી ચાલુ રાખી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી નો સંપર્ક કર્યો હતો. જેને આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપી નિકોલમાં આવેલા કલ્પતરૂ સ્પા, શિવ બિઝનેશ હબમાં લાંચની રકમ સ્વીકારતા ઝડપાયો હતો.

લાંચની માંગણીની રકમ: રૂ.65000
લાંચની સ્વીકારેલી રકમ : રૂ.65000
લાંચની રીકવર કરેલી રકમ :રૂ.65000

ટ્રેપીગ અધિકારી: આર.આઇ.પરમાર, પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.
તથા એ.સી.બી. સ્ટાફ  

સુપર વિઝન અધિકારી: કે.બી.ચૂડાસમા,
મદદનિશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++