+

કચ્છના દરિયા કિનારેથી વધુ 10 પેકેટ ડ્રગ્સ મળ્યું, અત્યાર સુધી અંદાજે 90 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું

થોડા જ દિવસોમાં 39 પેકેટ ડ્રગ્સ ઝડપાયું આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 90 કરોડ રૂપિયા કચ્છઃ આજે ફરીથી કચ્છના દરિયા કિનારેથી ડ્રગ્સના વધુ 10 પેકેટ બીએએફે જપ્ત કર્યાં છે, જખૌના દરિયા કિનારેથી આ ડ

થોડા જ દિવસોમાં 39 પેકેટ ડ્રગ્સ ઝડપાયું

આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 90 કરોડ રૂપિયા

કચ્છઃ આજે ફરીથી કચ્છના દરિયા કિનારેથી ડ્રગ્સના વધુ 10 પેકેટ બીએએફે જપ્ત કર્યાં છે, જખૌના દરિયા કિનારેથી આ ડ્રગ્સનો 10 કિલો જથ્થો જપ્ત કરાયો છે. છેલ્લા 10 જ દિવસોમાંથી ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સના 139 પેકેટ મળી આવ્યાં છે.આ ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ માફિયાઓએ દરિયામાં નાખી દીધું હોય શકે છે, જેથી ડ્રગ્સના પેકેટ હવે દરિયા કિનારાના વિસ્તારોમાં આવી રહ્યાં છે.

આ વખતે જખૌના ટાપુ પાસેના દરિયા કિનારાના એક વિસ્તારમાં આ જથ્થો પડ્યો હતો અને તેને જપ્ત કરાયો છે. થોડા દિવસ પહેલા પોરબંદરના દરિયા કિનારેથી ડ્રગ્સના પેકેટ મળ્યાં હતા. ઉપરાંત વેરાવળમાંથી પણ કરોડો રૂપિનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

નોંધનિય છે કે પાકિસ્તાનથી ભારતમાં દરિયાઇ માર્ગે આ ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવે છે, અગાઉ એટીએસ અને કોસ્ટગાર્ડે  અનેક ઓપરેશનમાં ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ભારતીય એજન્સીઓની સારી કામગીરીથી ડ્રગ્સ માફિયાઓને ફટકો પડ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter