+

બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા પડેલા 5 તરુણોના મોત, મૃતકો મહંમદ નગર વિસ્તારના રહેવાસી

બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ઘટી મોટી દુર્ઘટના તળાવમાં ન્હાવા પડેલા 5 તરુણોના ડૂબવાથી થયા મોત બોટાદઃ કૃષ્ણસાગર તળાવમાં ડૂબી જવાથી પાંચ તરૂણોના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પાંચેય ન્

બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ઘટી મોટી દુર્ઘટના

તળાવમાં ન્હાવા પડેલા 5 તરુણોના ડૂબવાથી થયા મોત

બોટાદઃ કૃષ્ણસાગર તળાવમાં ડૂબી જવાથી પાંચ તરૂણોના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પાંચેય ન્હાવ માટે તળાવમાં પડ્યાં હતા, આ ઘટનાની જાણ પોલીસને થતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તરવૈયાઓએ ભારે જહેમત બાદ પાંચેયના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પાંચેયના મૃતદેહને સોનાવાલા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.

બે તરુણો ડૂબતા તેમને બચાવવા માટે અન્ય ત્રણે તળાવમાં છલાંગ લગાવી હતી

મોતના સમાચારથી પરિવારમાં આક્રંદ

બોટાદના કૃષ્ણનગરમાં ન્હાવા પડેલા બે તરુણો ડૂબતા તેમને બચાવવા માટે અન્ય ત્રણ તરૂણોએ તળાવમાં છલાંગ લગાવી હતી. પાણીમાં તરતા ન આવડતું હોવાથી તે પણ ડૂબી ગયા હતા. આમ પાંચેયના મોત થયા છે. મોતના સમાચારથી પરિવારમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો છે. ડૂબનાર પાંચેય તરુણો મહંમદ નગર વિસ્તારમાં રહેતા હતા. ફાયર વિભાગની ટીમે મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

મૃતકોમાં અશરફ ઉર્ફે રુમિત વઢવાણિયા (ઉ.વ.13), એહમદ ઉર્ફે ભાવેશ વઢવાણિયા (ઉ.વ.16), જુનેદ અલ્તાફભાઈ કાજી (ઉ.વ.17)
અસદ આરીફ ખંભાતી (ઉ.વ.16), ફેજાન નાઝીરભાઈ ગાંજા (ઉ.વ.16) નો સમાવેશ થાય છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter