સી.આર.પાટીલ સામે ષડયંત્રનો કેસ, પૂર્વ મંત્રી ગણપત વસાવાના નજીકના ત્રણ નેતાઓને ભાજપે કર્યાં સસ્પેન્ડ

07:55 PM Aug 04, 2023 | gujaratpost

ગાંધીનગરઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના નેતાઓને બદનામ કરવા માટે પેન ડ્રાઇવમાં પત્રિકાઓ અને વીડિયો ફરતો કરવાના કેસમાં હવે ભાજપે મોટી કાર્યવાહી કરી છે. ભાજપે આજે આ કેસમાં ત્રણ નેતાઓને સસ્પેન્ડ કર્યાં છે, ઉમરપાડા ભાજપના પ્રભારી અને ગણપત વસાવાના નજીકના રાકેશસિંહ સોલંકી, તરસાડીના ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ ચૌહાણ અને તરસાડી નગરપાલિકાના કારોબારી ચેરમેન હરદીપસિંહ અટોદરિયાને બહારનો રસ્તો બતાવી દીધો છે.

ભાજપે જે ત્રણ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે, તેઓ પૂર્વ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના નજીકના છે.આ લોકોએ પાટીલ સહિતના નેતાઓના વિરુદ્ધમાં પત્રિકાઓ બનાવી હતી અને પેન ડ્રાઇવમાં અનેક ભાજપના નેતાઓને મોકલી હતી, જેમાં લખ્યું હતુ કે પાટીલ સહિતના નેતાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે અને આ લોકો ભાજપને બરબાદ કરી નાખશે.

ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી, જીનેન્દ્ર શાહ નામના શખ્સે પાટીલ સામે છેતરપિંડીની વાત કરતો વીડિયો વાઇરલ કર્યો હતો, જેની પણ પહેલા ધરપકડ કરાઇ હતી, આ વીડિયો પણ પેન ડ્રાઇવમાં હતો. આ કેસમાં હજુ અનેક મોટા માથાઓના નામો આવી શકે છે, જેઓ સી.આર.પાટીલને બદનામ કરવા લાગ્યા હતા.

Trending :

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post