+

લોકસભાની તૈયારીઓ, ભાજપે રાજ્યોના પ્રભારી-સહપ્રભારીના નામો કર્યાં જાહેર, ગુજરાતના આ નેતાઓને મળી જવાબદારી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી છે અને તે પહેલા ભાજપે તેની તૈયારીઓ વધારે મજબૂત કરી છે અને 23 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રભારી-સહપ્રભારીના નામો જાહેર કરી દીધા છે. ભાજપના

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી છે અને તે પહેલા ભાજપે તેની તૈયારીઓ વધારે મજબૂત કરી છે અને 23 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રભારી-સહપ્રભારીના નામો જાહેર કરી દીધા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વૈજવંત પાંડાને ઉત્તર પ્રદેશની જવાબદારી આપી છે, વિનોદ તાવડે અને દિપક પ્રસાદને બિહારની જવાબદારી આપી છે, દુષ્યંત ગૌતમ ઉત્તરાખંડના પ્રભારી બન્યાં છે, પશ્વિમ બંગાળમાં મંગળ પાંડે, અમિત માલવીય અને આશા લકડાને જવાબદારી સોંપવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીરની જવાબદારી તરુણ ચુઘ અને આશીષ સૂદને સોંપાઇ છે, કેરળમાં પ્રકાશ જાવડેકર, કર્ણાટકમાં
ડો. રાધામોહન દાસ અગ્રવાલ (સાંસદ) અને સુધાકર રેડ્ડીને જવાદારી સોંપાઇ છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચંડીગઢ અને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે, ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને દુષ્યંત પટેલને દમણ અને દીવની જવાબદારી આપવામાં આવી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter