બિહાર: JDU ધારાસભ્યોને તોડવા માટે 10-10 કરોડ રૂપિયાની ઓફર ! 2 ધારાસભ્યોના અપહરણ માટે નોંધાઇ FIR

07:40 PM Feb 12, 2024 | gujaratpost

બિહારમાં જેડીયુ-ભાજપની ગઠબંધન સરકાર બની

પટના: બિહાર વિધાનસભામાં ભલે નીતિશ કુમારે વિશ્વાસ મત જીતી લીધો હોય, પરંતુ રાજકીય વર્તુળોમાં હજુ પણ ઉથલપાથલ ચાલુ છે. તાજેતરનો મામલો પટનાથી સામે આવ્યો છે. કોતવાલી પોલીસ સ્ટેશનમાં JDU ધારાસભ્ય બીમા ભારતી અને દિલીપ રાયના અપહરણને લઇને FIR દાખલ કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો ?

Trending :

JDU ધારાસભ્ય બીમા ભારતી અને દિલીપ રાયના અપહરણની FIR JDU ધારાસભ્ય સુધાંશુ શેખરે નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે જેડીયુના ધારાસભ્ય ડૉ. સંજીવ અને કોન્ટ્રાક્ટર સુનિલ કુમાર રાયે તેજસ્વી યાદવના નજીકના વ્યક્તિઓએ મળીને બંને ધારાસભ્યોનું અપહરણ કર્યું છે.

શું છે 10-10 કરોડ રૂપિયાનો મામલો ?

સુધાંશુ શેખરે FIRમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે JDU ધારાસભ્યોને તોડવા માટે 10-10 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે. તેજસ્વીના નજીકના સુનીલ કુમારે આ ઓફર આપી હતી. એફઆઈઆર નોંધાવનાર ધારાસભ્ય સુધાંશુ શેખર હાલમાં મુખ્યમંત્રી આવાસમાં હાજર છે. નોંધનિય છે કે લાલુની પાર્ટીથી અલગ થયા પછી નીતિશ કુમારે ફરી વિશ્વાસનો મત જીતી લીધો છે અને તેઓ ફરીથી મુખ્યમંત્રી બન્યાં છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post