+

આણંદઃ ACB ના સંકજામાં 3 પોલીસકર્મીઓ ફસાયા, આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

આણંદઃ રાજ્યમાં લાંચિયાઓ સતત લાંચ લેતા ઝડપાઇ રહ્યાં છે, આણંદ ખાતે દાખલ થયેલા ઇંગ્લીશ દારૂના કેસમાં ફરિયાદીના પતિનું આરોપી તરીકે નામ ખુલેલું હતું. આ ગુનાની તપાસ કરનાર રામ વેલાભાઇ ખોડા, હોદ્દો, એ.એસ.આઇ,

આણંદઃ રાજ્યમાં લાંચિયાઓ સતત લાંચ લેતા ઝડપાઇ રહ્યાં છે, આણંદ ખાતે દાખલ થયેલા ઇંગ્લીશ દારૂના કેસમાં ફરિયાદીના પતિનું આરોપી તરીકે નામ ખુલેલું હતું. આ ગુનાની તપાસ કરનાર રામ વેલાભાઇ ખોડા, હોદ્દો, એ.એસ.આઇ, પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદીના પતિને નાસતા-ફરતા આરોપી તરીકે દર્શાવ્યાં હતા.

આ ગુનામાં ફરીયાદીના પતિને હાજર કરવા, માર નહીં મારવા અને વધુ રીમાન્ડ નહી માંગવા માટે આરોપી રામભાઇ વેલાભાઇ ખોડા અને આરોપી ધનરાજ કેસરીસિંહ મહીડા, હોદ્દો, પોલીસ કોન્સ્ટેબલે રૂપિયા એક લાખની લાંચની માંગણી કરી હતી. જે ફરીયાદીએ રકઝક કરતાં બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારીમાં રહીને રૂ. 45,000 લાંચ પેટે આપી જવા જણાવ્યું હતું.

ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી ખેડા એ.સી.બી. નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. લાંચનું છટકુ ગોઠવતાં ટ્રેપમાં આરોપી રામભાઇ અને ધનરાજભાઇ સાથે હેતુલક્ષી વાતચીત કરીને જે અનુસંધાને આરોપી હિતેશકુમાર દિપસંગભાઇ રાઠોડ, હોદ્દો, પોલીસ કોન્સ્ટેબલે રૂ. 45,000 લાંચ પેટે સ્વીકાર્યાં હતા. આમ તમામ આરોપીઓએ એકબીજાની મદદગારીમાં રહીને લાંચ લીધી હતી

ટ્રેપિંગ અધિકારીઃ જે. આઇ. પટેલ
પોલીસ ઇન્સ્પેક્ટર, ખેડા એ.સી.બી. પો.સ્ટે.

સુપરવિઝન અધિકારીઃ એ. કે. પરમાર
ઇન્ચાર્જ મદદનીશ નિયામક, અમદાવાદ એ.સી.બી. એકમ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter