આણંદઃ એસીબીના હાથે સરકારી બાબુઓ લાંચ લેતા ઝપેટમાં આવી રહ્યાં છે, આણંદમાં એ.એસ.આઇ અને અનામત હેડ કોન્સ્ટેબલ લાંચના છટકામાં આવી ગયા છે. ફરિયાદી વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુન્હો દાખલ થયો હતો, જે ગુન્હાના કામે હાજર થવા માટે અ.હે.કો. હિતેશ જીવાભાઇ ચૌહાણ, નોકરી એલ.સી.બી.શાખા આણંદ અને એ.એસ.આઇ. ઘનશ્યામસિંહ ઉતમસિંહ સેનગર, નોકરી- એલ.સી.બી.શાખા આણંદ ફરીયાદીના ઘરે ગયા હતા.
ફરીયાદી પાસે રૂ.4,00,000 ની માંગણી કરી હતી. રકઝકના અંતે રૂ.70,000 લેવાના નક્કી કર્યાં હતા. જે રકમ એલ.સી.બી. ઓફીસ આપી જવા જણાવ્યું હતું. હિતેશ અને ઘનશ્યામસિંહે માંગણી કરેલા લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.
જેથી લાંચના છટકામાં ફરિયાદી સાથે વાતચીત કરીને લાંચના રૂ.70,000 એ.એસ.આઇ. ઘનશ્યામસિંહ ઉતમસિંહે એલ.સી.બી. શાખા પર સ્વીકારતા ઝડપાઇ ગયા હતા, અ.હે.કો. હિતેશ જીવાભાઇ ચૌહાણ હાલમાં ફરાર છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/