+

હવે અમેરિકા પણ પીશે અમૂલ દૂધ..અન્ય કંપની સાથે મળીને વેંચશે દૂધ

આણંદઃ ભારતની અગ્રણી ડેરી બ્રાન્ડ અમૂલે બિઝનેસની દુનિયામાં વધુ એક મોટી ડીલ કરી છે. ભારતીય ડેરી હવે અમેરિકામાં દૂધનો બિઝનેસ કરશે. અમૂલે અમેરિકામાં તાજા દૂધનું ઉત્પાદન શરૂ કરવાની યોજના બનાવી છે, જે માટે

આણંદઃ ભારતની અગ્રણી ડેરી બ્રાન્ડ અમૂલે બિઝનેસની દુનિયામાં વધુ એક મોટી ડીલ કરી છે. ભારતીય ડેરી હવે અમેરિકામાં દૂધનો બિઝનેસ કરશે. અમૂલે અમેરિકામાં તાજા દૂધનું ઉત્પાદન શરૂ કરવાની યોજના બનાવી છે, જે માટે અમેરિકાના બજારોમાં તાજા દૂધનું વેચાણ કરવા માટે મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન (MMPA) સાથે કરાર કર્યો છે.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું કે મને એ જણાવતાં આનંદ થાય છે કે અમૂલ અમેરિકામાં તાજા દૂધની પ્રોડક્ટ લોન્ચ કરશે. અમે અમેરિકામાં 108 વર્ષ જૂની ડેરી સાથે કરાર કર્યો છે. મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન (MMPA) ડીલની જાહેરાત તેની વાર્ષિક બેઠકમાં કરવામાં આવી હતી.

અમેરિકન માર્કેટમાં દૂધ લોન્ચ કરશે

આ પ્રથમ વખત છે જ્યારે અમૂલ દૂધ ભારતની બહાર ક્યાંય પણ અને અમેરિકા જેવા બજારોમાં પ્રવેશ કરશે. મહેતાએ કહ્યું કે તેની કિંમત પણ સારી રહેશે. અમૂલ યુ.એસ.માં અમૂલ બ્રાન્ડ હેઠળ એક ગેલન (3.8 લિટર) અને અડધા ગેલન (1.9 લિટર) પેકમાં તાજા દૂધનું પેકેટ લોન્ચ કરશે.

જેમાં 6 ટકા મિલ્ક ફેટ સાથે અમૂલ ગોલ્ડ, 4.5 ટકા મિલ્ક ફેટ સાથે અમૂલ શક્તિ, 3 ટકા મિલ્ક ફેટ સાથે અમૂલ ફ્રેશ અને 2 ટકા મિલ્ક ફેટ સાથે અમૂલ સ્લિમનો સમાવેશ થાય છે.

ભારતમાં અમૂલ દૂધની કિંમત

ભારતમાં અમૂલ તાઝા 500 મિલી રૂ. 27, 180 મિલીના રૂ. 10, એક લિટરના રૂ. 54, 2 લિટર રૂ. 108 અને 6 લિટર રૂ. 324ના ભાવે વેચાય છે. જ્યારે અમૂલ ગોલ્ડના એક લિટરની કિંમત 66 રૂપિયા છે, 500 mlની કિંમત 33 રૂપિયા છે, અમૂલ ગોલ્ડ 6 લિટરની કિંમત 396 રૂપિયા છે. અમૂલ ગાયના 500 મિલી દૂધની કિંમત 28 રૂપિયા અને 1 લિટરની કિંમત 56 રૂપિયા છે. જ્યારે અમૂલ A2 ભેંસના દૂધની કિંમત 500 ml થી લઈને 6 લીટર સુધી 35 થી 420 રૂપિયા સુધીની છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter