અમરેલીમાં સિંહણનો આતંક: દાદાની નજર સામેથી 5 વર્ષના માસૂમને ખેંચી જઈ મોતને ઘાટ ઉતારી દીધો

10:31 AM Jun 25, 2026 | gujaratpost

એક મહિનામાં ત્રીજી ઘટનાથી લોકોમાં ફફડાટ

સિંહોના હુમલાથી ખેતમજૂરો થથરી ઉઠ્યાં

અમરેલીઃ ખાંભા તાલુકાના ચતુરી ગામે ગત રાત્રે એક સિંહણે માત્ર 5 વર્ષના માસૂમ બાળકને તેના દાદાની નજર સામેથી જ ઝૂંટવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને વન વિભાગ સામે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક જ મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે.

મળતી વિગતો મુજબ, ચતુરી ગામે રહેતો 5 વર્ષનો માસૂમ જીયાન દેવકુંભાઈ સીધા રાત્રિના સમયે તેના દાદાની આંગળી પકડીને દૂધ આપવા જઈ રહ્યો હતો. દરમિયાન અંધારામાંથી અચાનક ત્રાટકેલી સિંહણે માસૂમ જીયાન પર હુમલો કર્યો હતો. દાદા કાંઈ સમજે તે પહેલાં જ સિંહણ બાળકને તેમની નજર સામેથી જ ખેંચીને જંગલ તરફ ભાગી ગઈ હતી. દાદાની મજબૂર ચીસો અને બાળકના આક્રંદથી આખું ગામ ગૂંજી ઉઠ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો તાત્કાલિક લાકડીઓ લઈને માસૂમની વહારે દોડ્યાં હતા અને જંગલ વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. મૃતકના મામા દાનુભાઈ વઘોસીના જણાવ્યાં અનુસાર, વન વિભાગની ટીમ પહોંચે તે પહેલાં ગામના બે-ત્રણ યુવાનોએ લાકડીઓ વડે હુમલો કરીને બાળકને સિંહણની ચુંગાલમાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો.

ગ્રામજનોની ભારે જહેમત છતાં, કમનસીબે ગામથી અંદાજે એક કિલોમીટર દૂરથી જીયાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો