વોંશિગ્ટનઃ અમેરિકામાં આ દિવસોમાં ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી. અહીં દરરોજ ભારતીય વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. અમેરિકામાં ભારતીય મૂળના 23 વર્ષના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. આ વર્ષની આ 5મી ઘટના છે. વોરેન કાઉન્ટી કોરોનર ઓફિસે એક નિવેદનમાં પુષ્ટિ કરી છે કે ઇન્ડિયાનાની પરડ્યુ યુનિવર્સિટીમાં ડોક્ટરલ વિદ્યાર્થી સમીર કામતનો મૃતદેહ એક પાર્કમાંથી મળી આવ્યો હતો.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 23 વર્ષીય યુવાને ઓગસ્ટ 2023માં મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી હતી અને યુએસની નાગરિકતા મેળવી હતી. સમીર પોતાનો ડોક્ટરલ પ્રોગ્રામ પૂરો કરવા જઈ રહ્યો હતો. તપાસ અધિકારીઓએ જણાવ્યું કે મૃતદેહને તપાસ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ ટૂંક સમયમાં રિપોર્ટ જાહેર કરવામાં આવશે.
આ પહેલા પણ અમેરિકામાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવ્યાં છે. પરડ્યુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય મૂળના વિદ્યાર્થી નીલ આચાર્ય મૃત હાલતમાં મળી આવ્યાં બાદ શ્રેયસ રેડ્ડીની પણ હત્યા કરવામાં આવી છે. અમેરિકાના જ્યોર્જિયામાં રહેતા વિવેક સૈનીની પણ હત્યા કરવામાં આવી છે.
આ ઘટનાઓએ યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા 300,000 થી વધુ ભારતીય મૂળના વિદ્યાર્થીઓ ચિંતિત છે. આવી ઘટનાઓને કારણે ભારતીય સમૂદાયના વિદ્યાર્થીઓને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને માનસિક તણાવ અને એકલતાને લઇને ડર વ્યાપી ગયો છે. ભારતમાં રહેતા તેમના પરિવારજનો પણ આવી બાબતોને લઇને ચિંતિત છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો