જૂનાગઢઃ ભાજપના નેતાઓ ભ્રષ્ટાચારમાં લીન થઈ રહ્યાં હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લા ભાજપના મંત્રી ચિરાગ રાજાણી પર આરોપ છે કે તેમને લાંચ માંગી છે. તેમને કહ્યું હતુ કે મને ટકાવારી આપવી પડશે તો ગ્રાન્ટની ફાળવણી કરાવીશ, મેંદરડા પંથકના સરપંચોએ આ અંગે પૂર્વ સાંસદને રજૂઆત કરતાં તેમણે વર્તમાન સાંસદનું ધ્યાન દોર્યું હતુ.
જિલ્લા ભાજપ મંત્રીએ આ આક્ષેપોને ફગાવીને દાવો કર્યો છે કે સાંસદની ગ્રાન્ટની ફાળવણીમાં બધુ બરાબર છે. બીજી તરફ સરપંચોને આ અંગેનો વિરોધ નહીં કરવાના મનામણા શરૂ થતા જિલ્લાનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
પોરબંદર સંસદીય મત વિસ્તાર હેઠળના માણાવદર વિધાનસભા વિસ્તારના મેંદરડા તાલુકાના સરપંચોમાં રોષ ભભુક્યો છે. સરપંચોનો આક્ષેપ છે કે, જિલ્લા ભાજપના મંત્રી અને સાંસદ મનસુખ માંડવીયા તથા માણાવદર ધારાસભ્ય અરવિંદ લાડાણીના પ્રતિનિધિ ચિરાગ રાજાણીને સાંસદ તથા ધારાસભ્યની ગ્રાન્ટ માટે રજૂઆત કરવામાં આવી ત્યારે તેમને કહ્યું હતું કે, મને કામ કરવા દેવું પડશે અથવા ટકાવારી આપવી પડશે તો ગ્રાન્ટની ફાળવણી કરાવીશ. આ નેતા સામે શું પગલાં ભરવામાં આવશે તે જોવાનું રહેશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++