અજમેરઃ સામૂહિક બળાત્કાર અને બ્લેકમેલના કેસમાં 6 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યાં છે અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અજમેરની વિશેષ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. કોર્ટે 32 વર્ષ જૂના આ સેક્સ સ્કેન્ડલમાં નફીસ ચિશ્તી, સલીમ ચિશ્તી, ઈકબાલ ભાટી, નસીમ સૈયદ, ઝમીર હુસૈન અને સોહિલ ગનીને દોષી ઠેરવ્યાં છે. આ સેક્સ સ્કેન્ડલમાં કુલ 18 આરોપીઓ હતા. જેમાં 9 આરોપીઓને સજા થઈ ચૂકી છે. બાકીના 9 આરોપીઓમાંથી એકે આત્મહત્યા કરી હતી, એક ફરાર છે અને દુષ્કર્મના એક આરોપીની અલગથી ટ્રાયલ ચાલી રહી છે.
1992માં 100થી વધુ કોલેજીયન યુવતીઓ પર સામૂહિક બળાત્કાર અને તેમના નગ્ન ફોટા ફરતા કરવાના આ કેસમાં મુખ્ય આરોપી ફારૂક ચિશ્તી હતો, જે યુથ કોંગ્રેસના તત્કાલિન જિલ્લા પ્રમુખ હતો. 1992માં સ્કૂલ અને કોલેજની છોકરીઓ સાથે સામૂહિક બળાત્કાર થયો હતો. અગાઉ નવ આરોપીઓ સામે ચૂકાદો આપવામાં આવ્યો છે. આરોપીઓને તેમની 10 વર્ષની સજા પૂરી કર્યાં બાદ નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં હતા. એક આરોપી અલ્માસ મહારાજ હજુ ફરાર છે. જામીન મળ્યાં બાદ એક આરોપીએ ફાંસી લગાવી લીધી હતી. આ સિવાય 377 કેસમાં એક આરોપી સામે અલગથી કેસ ચાલી રહ્યો છે.
શું હતો સમગ્ર મામલો ?
અજમેરમાં યુથ કોંગ્રેસના તત્કાલિન પ્રમુખ ફારૂક ચિશ્તી તેના સહયોગી નફીસ અને તેના સાગરિતો કોલેજની છોકરીઓની જિંદગી ખરાબ કરી નાખી હતી. તેઓ ફાર્મહાઉસ અને રેસ્ટોરન્ટમાં પાર્ટીઓના નામ પર છોકરીઓને બોલાવતા હતા અને પછી તેમને નશો કરાવીને તેમના પર સામૂહિક બળાત્કાર કરતા હતા, તેમના નગ્ન ફોટોગ્રાફ્સ લેતા હતા. આ પછી આરોપી યુવતીઓને બ્લેકમેલ કરતા હતા અને અન્ય યુવતીઓને પોતાની સાથે લાવવા માટે દબાણ કરતા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526