+

ચાંદખેડામાં ઢોસાના ખીરાથી બે બાળકીઓનાં મોતના દાવા મામલે નવો વળાંક આવ્યો

અમદાવાદઃ ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોત મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. જે ઘટનાને ફૂડ પોઈઝનિંગ તરીકે જોવામાં આવી રહી હતી. તે કેસની તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે. મારુ

અમદાવાદઃ ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોત મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. જે ઘટનાને ફૂડ પોઈઝનિંગ તરીકે જોવામાં આવી રહી હતી. તે કેસની તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે.

મારુતિ પ્લાઝા સોસાયટીમાં વિમલ પ્રજાપતિ અને તેમના પત્ની ભાવના પ્રજાપતિ પોતાના પરિવાર સાથે રહેતા હતા. થોડા દિવસો પહેલા વિમલ પ્રજાપતિ ઘનશ્યામ ડેરીમાંથી ઢોસાનું ખીરું લાવ્યાં હતા. આ ખીરામાંથી ઢોસા બનાવી આખા પરિવારે ભોજન કર્યું હતું. આ ખીરામાંથી બાનવેલ ઢોંસા ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત અચાનક લથડી ગઈ હતી. 

3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બે માસૂમ બાળકીઓનાં મોત થયા હતા. જ્યારે તેમના માતા-પિતા પણ ગંભીર હાલતમાં પહોંચતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. આ મામલે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી હતી. વિમલ અને ભાવના પ્રજાપતિના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં અને તેને ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યાં હતા.

તેમના રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ જેવી ઝેરી દવાની હાજરી જોવા મળી છે. જે સામાન્ય રીતે અનાજમાં જીવાતો રોકવા માટે ઉપયોગમાં લેવાય છે. થોડા દિવસો પહેલા વિમલ પ્રજાપતિ ઘઉંમાં નાખવા માટે આ દવા લાવ્યાં હતા. હવે પોલીસ હવે આ દિશામાં પણ તપાસ કરી રહી છે 

શરૂઆતમાં પરિવારે આક્ષેપ કર્યો હતો કે ડેરીમાંથી લાવવામાં આવેલા ખીરાના કારણે આ ઘટના બની હતી. જો કે તપાસકર્તાઓના મતે માત્ર ઢોસાનું ખીરું ખાવાથી બે બાળકીઓના મોત અને માતા-પિતા ગંભીર હાલતમાં પહોંચે તે શક્ય નથી. બ્લડ રિપોર્ટમાં ઝેરી દવા મળતા હવે પોલીસ આત્મહત્યા અથવા હત્યાની શક્યતાઓ પર પણ તપાસ કરી રહી છે. હાલ બાળકીઓના સેમ્પલમાં પણ આ જ દવાની હાજરી છે કે નહીં તેની તપાસ કરી રહી છે.

Trending :
facebook twitter