+

નરોડામાં બિયરની બોટલો રસ્તા પર ફેંકી અને હોબાળો કર્યો, બે મહિલાઓની અટકાયત- Gujarat Post

નરોડા પોલીસને જોઈને મહિલાઓએ રોડ પર બોટલો નાખી  બિભત્સ ગાળો આપીને ભાગવાનો પ્રયાસ કર્યો અમદાવાદ: નરોડા પોલીસના દરોડાથી બચવા મહિલાઓએ રસ્તા પર ઘર્ષણ કર્યું હતુ. બિયરનો જથ્થો લઈને જઈ ર

નરોડા પોલીસને જોઈને મહિલાઓએ રોડ પર બોટલો નાખી 

બિભત્સ ગાળો આપીને ભાગવાનો પ્રયાસ કર્યો

અમદાવાદ: નરોડા પોલીસના દરોડાથી બચવા મહિલાઓએ રસ્તા પર ઘર્ષણ કર્યું હતુ. બિયરનો જથ્થો લઈને જઈ રહેલી બે મહિલાઓ પોલીસે પીછો કરતાં રિક્ષામાંથી જાહેરમાં રોડ પર બિયરની બોટલો ફેંકીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો.

નરોડા પોલીસને બાતમી મળી હતી કે નાના ચિલોડા તરફથી બે મહિલાઓ રિક્ષામાં બિયરનો જથ્થો લઈને છારાનગર જઈ રહી છે. બાતમીને આધારે પોલીસે રિક્ષાનો પીછો કર્યો હતો. પોલીસથી બચવા રિક્ષા ચાલકે સ્પીડ વધારી હતી, પરંતુ જ્યારે પોલીસ નજીક પહોંચી ત્યારે સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં મહિલાઓએ અચાનક રિક્ષા ઊભી રખાવી હતી.

પોલીસની હાજરીમાં જ મહિલાઓએ રિક્ષામાં ભરેલા બિયરના થેલા બહાર કાઢીને બોટલો રોડ પર પછાડી દીધી હતી. પોલીસથી બચવા માટે મહિલાઓએ દારૂનો જાતે જ નાશ કરી દીધો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં મહિલાઓ પોલીસને બીભત્સ ગાળો આપી રહી હોવાનું પણ સામે આવ્યું છે.

જાહેર રોડ પર કાચની બોટલો ફેંકાતાં રાહદારીઓ ગભરાઈ ગયા હતા અને રોડ પર બિયરનો જથ્થો પથરાઈ ગયો હતો, જેને કારણે પોલીસને બાદમાં રસ્તો સાફ કરાવવાની ફરજ પડી હતી. નરોડા પોલીસે આ સમગ્ર મામલે મહિલાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter