ACB ટ્રેપ- ક્લાસ-2 ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા, અમદાવાદનો બનાવ

11:58 AM Apr 25, 2024 | gujaratpost

અમદાવાદઃ એસીબીએ અમદાવાદમાં છટકુ ગોઠવીને ટ્રેપ કરી છે, જેમાં દર્શનાબેન કાંન્તીલાલ મોદી, ડ્રગ્સ ઇન્સ્પેક્ટર, ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની કચેરી, બહુમાળી ભવન-2, વસ્ત્રાપુર, વર્ગ-2 ને 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે.

આરોપીએ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ઓફીસ, ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની કચેરી, બહુમાળી ભવન-2 માં જ જેવી લાંચ લીધી કે તરત જ એસીબીએ તેમને ઝડપી પાડ્યાં હતા.

ફરિયાદી મેડીકલ સ્ટોર ચલાવે છે, ગત 18 એપ્રિલના રોજ આરોપી મહિલા અધિકારી ફરીયાદીના મેડીકલ સ્ટોરમાં તપાસ કરવા ગયેલા અને દવાઓનું ચેકીંગ કરેલું, લાયસન્સમાં જણાવ્યાં સિવાયની અન્ય કોઇ ડ્રગ્સવાળી દવાઓ છે કે નહી ? તથા તમામ દવાઓના બિલ માંગેલા, જે બિલ ફરીયાદીએ બતાવ્યાં હતા, આરોપીએ જણાવેલું કે, ડોકટર જે દર્દીને દવા લખી આપે છે તે દવા લેવા આવનારા ગ્રાહકને તમે દવા આપો છો. પરંતુ તે દવાના પ્રિસ્ક્રીપ્શનની નોંધ નથી રાખતા, તેમ ખોટું દબાણ ઉભું કરીને એક લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.

Trending :

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

અંતે 30 હજાર રૂપિયા લેવાના નક્કિ કરાયા હતા. જેમાં 10 હજાર રૂપિયા પહેલા જ લઇ લેવાયા હતા, બાકીના રૂપિયા લેવા માંગ કરાઇ રહી હતી, જેમાં ફરિયાદીએ લાંચની રકમની વારંવારની માંગણીથી કંટાળીને એસીબીનો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ટ્રેપીંગ અધિકારીઃ સુ.શ્રી ડી.બી.ગોસ્વામી,પો.ઈન્સ.,
અમદાવાદ શહેર એ.સી.બી.
પો.સ્ટે.તથા એ.સી.બી. ટીમ

સુપર વિઝન અધિકારીઃ કે.બી.ચુડાસમા,
મદદનિશ નિયામક, એ.સી.બી.અમદાવાદ એકમ, અમદાવાદ

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post