+

ખામેનેઈના મોતના સમાચારથી પેટ્રોલના ભાવમાં ભડકો થવાની ભીતિ, ક્રૂડ 100 ડોલરને પાર કરી શકે

તેહરાનઃ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલામાં સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનેઈનું મોત થયું છે, જેની પુષ્ટિ ઈરાની મીડિયાએ પણ કરી દીધી છે. આ ઘટનાએ વિશ્વભરમાં તણાવ વધારી દીધો છ

તેહરાનઃ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલામાં સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનેઈનું મોત થયું છે, જેની પુષ્ટિ ઈરાની મીડિયાએ પણ કરી દીધી છે. આ ઘટનાએ વિશ્વભરમાં તણાવ વધારી દીધો છે, ખાસ કરીને ક્રૂડ ઓઈલની કિંમતોને લઈને ચિંતા ચરમસીમાએ પહોંચી છે. નિષ્ણાંતોના મતે, આગામી સપ્તાહમાં ઓઈલના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાં ક્રૂડ ઓઈલના જહાજોની અવરજવર રોકી દેવામાં આવી હોવાના અહેવાલો છે. આ રસ્તો દુનિયા માટે અત્યંત મહત્વનો છે કારણ કે, વિશ્વના કુલ ઓઈલ વપરાશનો અંદાજે 20% હિસ્સો આ દરિયાઈ માર્ગેથી પસાર થાય છે.  આ રૂટ પર કોઈપણ અડચણ ક્રૂડના ભાવમાં લાંબાગાળાનો અને મોટો ઉછાળો લાવી શકે છે.

સાઉદી અરેબિયા, ઈરાક, યુએઈ, કુવૈત અને કતાર જેવા દેશો આ જ માર્ગેથી ચીન, ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા એશિયન બજારોમાં ક્રૂડ ઓઈલ મોકલે છે. ઈરાન સાથેના તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રન્ટ ક્રૂડ  72.87 ડોલર પ્રતિ બેરલની સાત મહિનાની ઊંચી સપાટીએ બંધ થયું હતું.

ઈરાન દરરોજ અંદાજે 1.6 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ નિકાસ કરે છે, જેમાંથી મોટાભાગનું ચીન ખરીદે છે. જો સપ્લાય ખોરવાય, તો ચીન વૈશ્વિક બજારમાં અન્યત્ર તેલ શોધશે, જેનાથી ભાવમાં તીવ્ર વધારો થશે. સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના ક્લેટન સીગલના જણાવ્યા અનુસાર, જો ઈરાન ટેન્કર ટ્રાફિકમાં અવરોધ ઊભો કરશે, તો ક્રૂડ ઓઈલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલ થી ઉપર જઈ શકે છે.

બીજી તરફ, અમેરિકામાં પણ ગેસની કિંમતોમાં વધારો થવાની શક્યતા છે. AAA અનુસાર, ગયા અઠવાડિયે ગેસની કિંમત સરેરાશ 2.98 ડોલર પ્રતિ ગેલન હતી, જે હવે 3 ડોલરથી ઘણી ઉપર જઈ શકે છે. જોકે, વિશ્લેષકોનું માનવું છે કે ઈરાન આ ખાડીને સંપૂર્ણ બંધ કરવાની કોશિશ નહીં કરે, કારણ કે તેનાથી તેની પોતાની નિકાસ અને તેના સૌથી મોટા ગ્રાહક ચીનને નુકસાન થઈ શકે છે.

facebook twitter