આફ્રિકન દેશ આઇવરી કોસ્ટમાં બે ભારતીયોના મૃતદેહ મળી આવ્યાં, એમ્બેસીએ કહ્યું- અમે પીડિતાના પરિવારના સંપર્કમાં છીએ

11:02 AM Mar 03, 2024 | gujaratpost

(પ્રતિકાત્મક ફોટો)

આફ્રિકન દેશ આઇવરી કોસ્ટમાં બે ભારતીય યુવકોના મૃતદેહો મળી આવ્યાં છે. અહીંના મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની ઓળખ સંજય ગોયલ અને સંતોષ ગોયલ તરીકે થઈ છે, જેઓ ભારતથી ઈથોપિયા થઈને આઈવરી કોસ્ટ જઈ રહ્યાં હતા. બંને આઇવરી કોસ્ટ શહેરના આબિદજાનમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતા.

મૃતકના પરિવારનું કહેવું છે કે સંજય અને સંતોષને કોઈ કારણસર ઈથોપિયામાં પ્લેનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યાં હતા. ત્યારથી તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. આઇવરી કોસ્ટમાં ભારતીય દૂતાવાસનું કહેવું છે કે તે તેમના પરિવારને શક્ય તમામ મદદ કરશે. તેઓ કેસની તપાસને ઝડપી બનાવવા માટે સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે.

Trending :

દૂતાવાસે ટ્વિટ કર્યું છે કે આબિદજાનમાં બે ભારતીય નાગરિકોના મૃતદેહો મળી આવ્યાં છે. સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એમ્બેસી મૃતક વ્યક્તિઓના પરિવારજનોને શક્ય તમામ મદદ પૂરી પાડી રહી છે. અમે તપાસને ઝડપી બનાવવા માટે સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છીએ.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post