તમારી પાસે પણ કોઇ લાંચ માંગે છે તો એસીબીનો સંપર્ક કરો
એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ કરો
જૂનાગઢઃ ફરીયાદીના ગામમાં ATVT ના કામોના વર્ક ઓર્ડર કાઢી આપવા માટે તથા અગાઉના કામ બાબતેના મળીને કુલ રૂ.1,65,000 ની લાંચની માંગણી કરી હતી, જેમાં આરોપીએ અડધા પૈસા આજે આપવા જણાવ્યું હતું. ફરીયાદી પાસેથી આરોપી તુષાર વિઠ્ઠલભાઈ રાદડીયા, TDO (વર્ગ-2), મેંદરડા, જૂનાગઢે રૂ. 80,000 પંચોની રૂબરૂમાં તાલુકા પંચાયત કચેરી, મેંદરડામાં સ્વીકારતા ઝડપાયા હતા.
ટ્રેપિંગ અધિકારીઃ PI જે.બી.કરમુર અને જૂનાગઢ એ.સી.બી. પો.સ્ટે. ટીમ
સુપરવિઝન અધિકારી: એમ.પી.સોલંકી, મદદનીશ નિયામક, એ.સી.બી, જૂનાગઢ એકમ
ઇન્ચાર્જ અધિકારી: બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી, રાજકોટ